________________
જૈન સનાતન વીતરાગ દર્શન
(૩) વ્યવહારાભાસીનું સ્વરૂપ : જીવને શુભ ભાવથી ધર્મ થાય એમ સ્વીકારે પણ જીવના ત્રિકાળી ધ્રુવસ્વભાવને ન સ્વીકારે અને તેથી તે તરફ પોતાનું વલણ ન ફેરવે તે વ્યવહારાભાસી છે. તેને ક્રિયા જડ પણ કહેવામાં આવે છે શરીરની ક્રિયાથી ધર્મ થાય એમ માને તે તો વ્યવહારાભાસથી પણ ઘણે દૂર છે.
(૪) નિશ્ચયાભાસીનું સ્વરૂપ ઃ જે જીવ આત્માના ત્રિકાળ સ્વરૂપને સ્વીકારે પણ વર્તમાન પર્યાયમાં પોતાને વિકાર છે તે ન સ્વીકારે - તે નિશ્ચયાભાસી છે, તેને શુદ્ધજ્ઞાની પણ કહેવામાં આવે છે.
(૫) સમ્યગ્દષ્ટિ : પોતાના આત્માને પરમાર્થે ત્રિકાળી શુદ્ધ, ધ્રુવ, અખંડ, અભેદ ચૈતન્યસ્વરૂપ માને છે. તેનું લક્ષ પર્યાય, નિમિત્ત, ભેદ ઉપર હોતું નથી. કારણ કે અવસ્થાના લક્ષે જીવને રાગ થાય છે અને ધ્રુવ સ્વરૂપના લક્ષે શુદ્ધ પર્યાય પ્રગટે છે.
(૮) સામાન્ય-વિશેષાત્મ દ્રવ્ય સ્વરૂપ-વસ્તુવિજ્ઞાનસાર
(૧) યથાર્થ વસ્તુવિજ્ઞાનનું રહસ્ય પામ્યા વિના ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે, ગમે તેટલાં વ્રત, નિયમ, તપ, ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ, શાસ્ત્રાભ્યાસ કરવામાં આવે તો પણ જીવનો એકપણ ભવ ઘટતો નથી. માટે આ મનુષ્યભવમાં જીવનું મુખ્ય કર્તવ્ય યથાર્થ રીતે વસ્તુવિજ્ઞાન પ્રાપ્ત કરી લેવાનું છે. (૨) દરેક વસ્તુ દ્રવ્ય-ગુણ-પર્યાયથી સ્વતંત્ર છે, એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ કરી શકે નહિ, પરિણમાવી શકે નહિ, પ્રેરણા કરી શકે નહિ, અસર-મદદ કે'ઉપકાર કરી શકે નહિ, લાભ-નુકસાન કરી શકે નહિ, મારી-જીવાડી શકે નહિ, સુખ-દુઃખ આપી શકે નહિ - એવી દરેક દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વતંત્રતા અનંત જ્ઞાનીઓએ પોકારી-પોકારી કહી છે.
(૩) વિશ્વનો દરેકે દરેક પદાર્થ સામાન્ય વિશેષાત્મક છે. સામાન્ય પોતે જ વિશેષરૂપે ઊખળે છે – પરિણમે છે. વિશેષરૂપે પરિણમવામાં બીજા કોઈ પદાર્થની તેને ખરેખર કિંચિત્માત્ર સહાય નથી. પદાર્થ માત્ર નિરપેક્ષ છે.
નિરાવલંબ જ છે.
Jain Education International
૧૭
For Personal & Private Use Only
www.jainelibrary.org