SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન : (૫) સભ્યતનજ્ઞાનચારિત્રાળ મોક્ષમા અર્થઃ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્ર એ ત્રણે મળીને મોક્ષનો માર્ગ છે અર્થાત્ સુખની પ્રાપ્તિનો ઉપાય છે. સમ્યક આ શબ્દ પ્રશંસાવાચક છે, તે યથાર્થપણું સૂચવે છે. સમ્યગ્દર્શનઃ (શ્રદ્ધા)ઃ “આમ જ છે – અન્યથા નથી' એવો પ્રતીતિભાવ આ શ્રદ્ધાગુણનો શુદ્ધ પર્યાય છે, તેનો વિષય આત્માનો શુદ્ધ ચેતન્યભાવ છે. સમ્યજ્ઞાનઃ સંશય, વિપર્યય અને અનધ્યવસાય રહિત પોતાના આત્માનું તથા પરનું યથાર્થજ્ઞાન તે સમ્યજ્ઞાન. સમ્યજ્ઞાન તે જ્ઞાનગુણનો શુદ્ધ પર્યાય છે; તેનો વિષય આત્માનો ત્રિકાળી ચૈતન્યભાવ તથા વર્તમાન પર્યાય બને છે. સમ્યક ચારિત્ર તે ચારિત્રગુણનો શુદ્ધપર્યાય છે. તેનું કાર્ય સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવી અને સિદ્ધ દશરૂપ કાર્યને ઉત્પન્ન કરવું. મોક્ષમાર્ગઃ આ શબ્દ એકવચનમાં છે; તે એમ સૂચવે છે કે મોક્ષના ત્રણ માર્ગ નથી પણ આ ત્રણનું એકત્ત્વ તે મોક્ષમાર્ગ છે, મોક્ષમાર્ગ એટલે પોતાના આત્માની શુદ્ધિનો પંથ-રસ્તો-માર્ગ-ઉપાય; તેને અમૃતમાર્ગ સ્વરૂપ માર્ગ અથવા કલ્યાણ માર્ગ પણ કહેવાય છે. મોક્ષમાર્ગ પરમ નિરપેક્ષ છે. ત્રણ લોક ત્રણ કાળમાં મોક્ષમાર્ગ એક જ છે. (૬) સમ્યગ્દર્શનનું લક્ષણ तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ।। તત્ત્વ (વસ્તુના) સ્વરૂપ સહિત અર્થ-જીવાદિ પદાર્થોની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે. (૧) તત્ત્વોની સાચી શ્રદ્ધાનું નામ સમ્યગ્દર્શન છે. “અર્થ એટલે દ્રવ્ય-ગુણ પર્યાય; “તત્ત્વ' એટલે તેનો ભાવ-સ્વરૂપ; સ્વરૂપ (ભાવ) સહિત પ્રયોજનભૂત પદાર્થોનું શ્રદ્ધાન સમ્યગ્દર્શન છે. (૨) સમ્યગ્દર્શન લક્ષ્ય અને તત્ત્વાર્થ શ્રદ્ધા તેનું લક્ષણ છે. (૩) વિપરીત અભિનિવેશ (ઊંધા અભિપ્રાય) રહિત જીવાદિનું તત્ત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. (૪) જીવ, અજીવ, આસ્ત્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ એ સાત તત્ત્વો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy