________________
88888
જૈન સનાતન વીતરાગ દર્શન & & &
(૪) સંવરની વ્યાખ્યા :
જીવના પરિણામોની દૃષ્ટિએ ઃ
શુદ્ધિની ઉત્પત્તિ થવી તે ભાવ સંવર
કર્મની અપેક્ષાએ ઃ નવા બંધ ઓછા પ્રમાણમાં બંધાય તે દ્રવ્ય સંવર, અથવા
કર્મના બંધની હાની થવી તે દ્રવ્ય સંવર.
(૫) નિર્જરાની વ્યાખ્યા :
(૧) સંવરપૂર્વક અશુદ્ધતાનો નાશ થવો.
(૨) શુદ્ધતાની વૃદ્ધિ થવી તે ભાવ નિર્જરા. (શુદ્ધોપયોગ તે ભાવ નિર્જરા છે)
(૩) આત્મજ્ઞાન થતાં સ્વરૂપમાં રમણતા થવા વડે જે દ્રવ્યકર્મનો સ્વયં નાશ થાય તે દ્રવ્ય નિર્જરા. અથવા કર્મ સત્ત્વની હાની થવી તે દ્રવ્ય નિર્જરા. અથવા પહેલા બાંધેલા કર્મોમાં ઘટ થવા માંડે તે દ્રવ્ય નિર્જરા.
(૬) આત્મસ્થિરતા - આત્મલીનતા - શુદ્ધાત્માભિમુખ પરિણામ - આ શુદ્ધિ તે શુદ્ધોપયોગ – તે ભાવ નિર્જરા.
(૭) જીવ શુદ્ધોપયોગમાં હોય ત્યારે તેને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય છે – શુદ્ધોપયોગ તે વીતરાગી પરિણામ હોવાથી નિરાકુળતારૂપ સુખનો અનુભવ થાય છે.
(૩) સમકિત વિષે વિશેષ
(૧) રાગ હોવો અને રાગ ઠીક માનવો એ બંને તદ્દન જુદી વસ્તુ છે. (૨) રાગ હોવો એ કર્મના નિમિત્તે થતી પોતાની મંદ પુરુષાર્થની સાબીતી છે. (૩) રાગ ઠીક માનવો એ તો અનંત સંસાર બાકી હોવાની નિશાની છે. મિથ્યાત્ત્વ છે.
(૪) પૂર્ણ આનંદનો નાથ અંદર પડ્યો છે અને બાહ્યમાં પૂર્ણ ઉદાસી ન હોય તો એનો અર્થ એ કે જગ આનંદ અને સત્ આનંદની ઓળખ પૂર્ણપણે બાકી છે. (૫) અદ્ભુત અપૂર્વ અચિંત્ય એવો આત્મસ્વભાવ-જ્ઞાન-જ્ઞાન-જ્ઞાનસ્વભાવજાણગ-જાણગ-જાણગસ્વભાવ અખંડ પ્રવાહરૂપે નિરંતર પ્રવર્તી રહ્યો છે.
Jain Education International
૧૧
For Personal & Private Use Only
www.jainelibrary.org