________________
(૨)
* જૈન સનાતન વીતરાગ દર્શન
છે. ઈંદ્રાદિકોને જે સુખ છે તે તો કષાયભાવોથી આકુળતારૂપ છે તેથી તે પરમાર્થથી દુઃખ જ છે. એટલા માટે તેની અને મોક્ષસુખની એક જાતી નથી. વળી સ્વર્ગસુખનું કારણ તો પ્રશસ્ત ભાવ છે ત્યારે મોક્ષસુખનું કારણ વીતરાગભાવ છે તેથી કારણમાં પણ ભેદ છે. પરંતુ એવો ભાવ તેને ભાસતો નથી. તેથી મોક્ષનું પણ તેને સાચું શ્રદ્ધાન નથી. આ પ્રમાણે
વ્યવહારાભાસી મિથ્યાષ્ટિને સાચું તત્ત્વાર્થશ્રદ્ધાન નથી. સમ્યજ્ઞાનનું અન્યથારૂપ : શાસ્ત્રમાં સમ્યજ્ઞાન માટે શાસ્ત્રાભ્યાસ કરવાથી સમ્યજ્ઞાન થવું કહ્યું છે તેથી તે શાસ્ત્રાભ્યાસમાં તત્પર રહે છે. પરંતુ તેના પ્રયોજન પર દૃષ્ટિ નથી. આ ઉપદેશમાં અને કાર્યકારી શું છે? તે અભિપ્રાય નથી. શાસ્ત્રાભ્યાસનો ભાવ જાણી પોતાનું ભલું કરવું. શાસ્ત્રાભ્યાસ કરીને અન્યને ઉપદેશ આપવાનો અભિપ્રાય રાખે છે તે મિથ્યાશ્રદ્ધાન છે. અભ્યાસ કરી આત્મહિત અર્થે જે તત્ત્વાદિકનો નિર્ણય કરે છે તે જ ધર્માત્મા પંડિત સમજવો. વળી જેને આગમજ્ઞાન એવું થયું છે કે જે વડે – સર્વ પદાર્થોને હસ્તામલકવત્ જાણે છે, તથા એમ પણ જાણે છે કે “આનો જાણવાવાળો હું છું પરંતુ હું જ્ઞાન સ્વરૂપ છું” એવો પોતાને પરદ્રવ્યોથી ભિન્ન કેવળ ચૈતન્યદ્રવ્ય અનુભવતો નથી માટે આત્મજ્ઞાન શૂન્ય આગમજ્ઞાન પણ કાર્યકારી નથી.
- એ પ્રમાણે તે સમ્યજ્ઞાન અર્થે જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરે છે તો પણ સમ્યજ્ઞાન નથી. સમ્યફચારિત્રનું અન્યથારૂપઃ બાહ્યક્રિયા ઉપર તો તેની દૃષ્ટિ છે પણ પરિણામ સુધારવા-બગાડવાનો વિચાર નથી. હવે પરિણામોની પરંપરા વિચારતાં અભિપ્રાયમાં જે વાસના છે તેને વિચારતો નથી, અને ફળ તો અભિપ્રાયમાં વાસના છે તેનું લાગે છે, મિથ્યાત્વનું દરેક સમયે પાપ લાગે જ છે. એવી ઓળખાણ વિના તેને માત્ર બાહ્ય આચરણનો જ ઉધમ છે. યથાર્થ શ્રદ્ધાન જ્ઞાન વિના તેમનું સર્વ આચરણ મિથ્યાચારિત્ર છે. માટે પહેલાં તત્ત્વજ્ઞાન થયા પછી જ આચરણ કાર્યકારી છે.
આ પ્રમાણે કેવળ વ્યવહારાભાસ અવલંબી મિથ્યાષ્ટિઓનું નિરૂપણ કર્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org