________________
8 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન @@
(૩) ઉભયાભાસી મિથ્યાષ્ટિ (૧) જે જીવ એમ માને છે કે જિનમતમાં નિશ્ચય અને વ્યવહાર બે નય કહ્યા છે, માટે બંને નયોનો અંગીકાર કરવો. તેની એ માન્યતા મિથ્યાત્વ છે.
જો કે એ પ્રમાણે અંગીકાર કરવામાં બંને નયોમાં પરસ્પર વિરોધ છે. નયોનું સાચું સ્વરૂપ તેને ભાસ્યું નથી. વ્યવહારનયના અંગીકારના અર્થને તે બરાબર સમજતો નથી. આત્માની પર્યાયમાં રાગ થાય છે એને જાણવો તે વ્યવહારનયનો અંગીકાર છે. નિશ્ચયનય અંગીકાર કરવા જેવો છે અને વ્યવહારનય હેય છે એ વાતે એને ખ્યાલમાં આવતી નથી.
(વ્યવહારનય જાણેલો પ્રયોજવાન છે, આદરેલો નહિ) (૨) આત્મામાં નિર્વિકલ્પ દશા થવી તે મોક્ષમાર્ગ છે. બીજો કોઈ મોક્ષમાર્ગ નથી.
જ્યાં જે મોક્ષમાર્ગ નથી પણ મોક્ષમાર્ગનું નિમિત્ત છે તેને વ્યવહાર મોક્ષમાર્ગ કહેવાય છે. રાગ-વ્રતાદિની દશા તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. અખંડ પરિપૂર્ણ આત્મસ્વભાવના અવલંબને જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રગટ્યો તે નિશ્ચય મોક્ષમાર્ગ અને તે વખતે રાગ-વિકલ્પ છે તે મોક્ષમાર્ગ નથી પણ ઉપચારથી મોક્ષમાર્ગ કહેલ છે એટલે કે તે નિમિત્ત, સહચાર, ઉપચાર અને વ્યવહાર એમ ચાર પ્રકારે મોક્ષમાર્ગનું નિરૂપણ કરેલ છે. (નિશ્ચય અને વ્યવહાર એમ બે મોક્ષમાર્ગ નથી : ત્રણલોક, ત્રણકાળમાં મોક્ષમાર્ગ તો એક જ છે પણ તેનું નિરૂપણ બે પ્રકારે (નિશ્ચય અને વ્યવહાર)
કરવામાં આવેલ છે. માટે જેમ છે તેનું યથાર્થ સ્વરૂપ સમજવું જોઈએ) (૩) મિથ્યાદષ્ટિ એમ માને છે કે – સિદ્ધ સમાન શુદ્ધ આત્માનો અનુભવ તે નિશ્ચય
તથા તે વખતે સહકારી તરીકે વ્રત-શીલ-સંયમદિરૂપ પ્રવૃત્તિ તે વ્યવહાર. પણ એ બરાબર નથી – કારણ કે કોઈ દ્રવ્યનું નામ નિશ્ચય તથા કોઈનું નામ વ્યવહાર એમ નથી. પણ એક જ દ્રવ્યના ભાવને તે જ સ્વરૂપે નિરૂપણ કરવો તે નિશ્ચય તથા તે દ્રવ્યના ભાવને ઉપચારથી અન્યદ્રવ્યના ભાવ સ્વરૂપ નિરૂપણ કરવો તે વ્યવહાર છે. માટીના ઘડાને માટીનો ઘડો નિરૂપણ કરીએ એ નિશ્ચય તથા ઘી સંયોગના ઉપચારથી તેને ઘીનો ઘડો કહેવો એ વ્યવહાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org