________________
988 9 જેન સનાતન વીતરાગ દર્શન : (૧) જીવ-અવતત્ત્વનું અન્યથારૂપ ? આત્મા અને શરીર તેમજ કર્મની
ભિન્નતા પ્રરૂપે છે; પરતું હું શરીરાદિથી ભિન્ન છું – જ્ઞાનઆનંદ સ્વરૂપ
છું એવો ભાવ ભાસતો નથી. (૨) આસ્રવતત્ત્વનું અન્યથારૂપ : વળી આસ્રવતત્ત્વમાં જે હિંસાદિરૂપ
પાપાસવ છે તેને હેય જાણે છે તથા અહિંસાદિરૂપ પુયાસ્રવ છે તેને ઉપાદેય માને છે, હવે એ બંને કર્મબંધના જ કારણ છે, તેમાં ઉપાદેયપણું
માનવું એ જ મિથ્યાદષ્ટિ છે. (૩) બંધતત્ત્વનું અન્યથારૂપઃ અશુદ્ધ (શુભ-અશુભ) ભાવો વડે કર્મબંધ થાય
છે તેમાં શુભભાવ વડે પુણ્યબંધ થાય તેને ભલો જાણે અને અશુભભાવોથી પાપબંધ થાય તેને બૂરો જાણે એ જ મિથ્યાશ્રદ્ધાન છે. એવા શ્રદ્ધાનથી બંધતત્ત્વનું પણ તેને સત્યશ્રદ્ધાને નથી. સંવરતત્ત્વનું અન્યથારૂપ : વળી સવરતત્ત્વમાં અહિંસાદિરૂપ શુભાસ્ત્રવભાવને સંવર માને છે, પરંતુ એક જ કારણથી પુણ્યબંધ પણ માનીએ તથા સંવર પણ માનીએ એમ બને નહિ. સિદ્ધાતમાં ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય, ચારિત્ર તે વડે સંવર થાય છે એમ કહ્યું છે, તેનું પણ તે યથાર્થ શ્રદ્ધાન કરતો નથી. નિર્જરાતત્ત્વનું અન્યથારૂપઃ વળી તે અનશનાદિ તપથી નિર્જરા માને છે, પણ કેવળ બાહ્ય તપ કરવાથી તો નિર્જરા થાય નહિ. બાહ્ય તપ તો શુદ્ધોપયોગ વધારવા અર્થે કરવામાં આવે છે. શુદ્ધોપયોગ નિર્જરાનું કારણ છે તેથી ઉપચારથી તપને પણ નિર્જરાનું કારણ કહ્યું છે. નિશ્ચયધર્મ તો વીતરાગભાવ છે, તથા અન્ય અનેક પ્રકારના ભેદો બાહ્યસાધનની અપેક્ષાએ ઉપચારથી કહ્યા છે, તેને વ્યવહારમાત્ર બાહ્ય સંજ્ઞા જાણવી.
આ રહસ્યને જાણતો નથી તેથી તેને નિર્જરાનું પણ સાચું શ્રદ્ધાન નથી. (૬) મોક્ષતત્વનું અન્યથા રૂપઃ વળી સિદ્ધ થવું તેને મોક્ષ માને છે વળી તેને
એવો પણ અભિપ્રાય છે કે સ્વર્ગમાં સુખ છે તેનાથી અનંતગણું મોક્ષમાં સુખ છે. હવે એ ગુણાકારમાં તે સ્વર્ગ અને મોક્ષસુખની એક જાતિ જાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org