SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ 8 39 જેને સનાતન વીતરાગ દર્શન -- સમયસારમાં પણ એમ કહ્યું છે કે વર્ણાદિ અથવા રાગાદિ બધાય આત્માથી ભિન્ન છે તો એ કેવી રીતે છે? પદ્રવ્યના નિમિત્તથી એ રાગાદિભાવ ઔપાધિક ભાવ છે. આત્મામાં જેટલો ઉપાધિભાવ થાય છે તે બધો પરદ્રવ્યના લક્ષે થાય છે. કર્મના નિમિત્ત વખતે આત્મા પોતે નૈમિત્તિકભાવ રાગાદિ કરે છે, તેથી તે ઉપાધિભાવ છે. હવે આ જીવ તેને સ્વભાવ માને (જાણે) તો તેને બૂરો કેમ માને? અને નાશનો ઉપાય પણ કેવી રીતે કરે? એટલે કે જો જીવ રાગાદિ ઉપાધિભાવને પોતાનો સ્વભાવ જાણે તો તેને નાશ કરવાનો ઉપાય તે કરતો નથી. નિમિત્તની મુખ્યતાથી ગાદિભાવ પુદ્ગલમય છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, આગમજ્ઞાન અને કષાયની મંદતા તે વ્યવહાર છે, ઉપાધિ છે, મલિન છે. તેને અજ્ઞાની ભલો માને છે, માટે તેના નાશનો પુરુષાર્થ કરતો નથી. જેનાથી લાભ માને તેને કેવી રીતે નાશ કરે? સ્વભાવની રુચિ કરું તો મિથ્યાત્વનો નાશ થાય છે અને સ્વભાવમાં સ્થિર થાઉં તો અસ્થિરતારૂપ રાગનો નાશ થાય છે. તેથી તે ઉપાધિભાવને છોડાવવા માટે; તે બધા આત્માથી ભિન્ન છે; અને નિમિત્તની મુખ્યતાથી પુદ્ગલમય છે – એમ કહેલ છે; વિકાર રાખવા માટે ભિન્ન કહેલ નથી. રાગાદિને છોડાવવા માટે તે રાગાદિને નિમિત્તની મુખ્યતાથી - એટલે વિકારમાં નિમિત્ત કર્મ છે એની મુખ્યતાથી કથન કરીને - રાગાદિ ઉપાધિભાવને આત્માથી ભિન્ન અને પુદ્ગલમય કહેલ છે. શ્રી ગુરુ વિકાર છોડાવવા માગે છે. જે રાગાદિને પરના માની સ્વછંદી બની નિરુધમી થાય તેને તો ઉપાદાન કારણની મુખ્યતાથી “રાગાદિક આત્માના છે' એવું શ્રદ્ધાન કરાવ્યું તથા જે રાગાદિકને પોતાનો સ્વભાવ માની તેના નાશનો ઉદ્યમ કરતો નથી તેને નિમિત્ત કારણની મુખ્યતાથી રાગાદિક પરભાવ છે' એવું શ્રદ્ધાન કરાવ્યું છે. (૪) કર્મનો ઉદય હોય તો ત્યાં સુધી રાગના નાશનો ઉધમ થતો નથી તો ઉધમ કેવી રીતે કરવો? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy