________________
8 8 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન
એક કાર્ય થવામાં અનેક કારણોની આવશ્યકતા છે, તેમાં જે કારણ બુદ્ધિપૂર્વકના હોય તેને તો ઉધમ કરી મેળવે તથા અબુદ્ધિપૂર્વક કારણ સ્વયં મળે ત્યારે કાર્ય સિદ્ધિ થાય છે.
મિથ્યાત્વ દૂર કરવાનું કારણ બુદ્ધિપૂર્વક તત્ત્વની રુચિ, જ્ઞાન અને રમણતા છે. તો દૂર કરવા તત્ત્વની રુચિ વિચાર અને લીનતા છે. તે બુદ્ધિપૂર્વક કરવી. એવો પુરુષાર્થ કરે ત્યારે મોહકર્મનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય સ્વયં થઈ જાય છે. મોહકર્મના ઉપશમાદિ અબુદ્ધિપૂર્વક થાય છે. અબુદ્ધિપૂર્વકનો અર્થ એવો છે કે આત્માનો પુરુષાર્થ જડકર્મના ઉપશમાદિ કરતો નથી કેમ કે મોહકર્મના ઉપશમાદિ સ્વયં (જડકર્મના પોતાના કારણે) થાય છે એમ અહીં કહે છે. એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. અહીં પાંચ સમવાય (૧) સ્વભાવ (૨) નિયતિ (૨) કાળલબ્ધિ
(૪) નિમિત્ત અને પુરુષાર્થનો વિચાર કરવો. (૫) કર્મ-નોકર્મના સંબંધી વિષે સ્પષ્ટતાઃ (૧) વળી તું કર્મ-નોકર્મનો સંબંધ હોવા છતાં પણ આત્માને નિબંધ માને છે,
પણ તેનું બંધન તો પ્રત્યક્ષ જોઈએ છીએ, તો એ બંધન કેવી રીતે નથી? કર્મ-નોકર્મનું નિમિત્તપણે પ્રત્યક્ષ બંધન છે. દ્રવ્યદૃષ્ટિએ આત્મા નિબંધ છે પણ અહીં તો પર્યાયમાં સંસારની અંદરમાં પર્યાયદષ્ટિએ કર્મ-નોકર્મ સાથે સંબંધ છે, છતાં બિસ્કુલ સંબંધ નથી એમ માને છે તે પણ મિથ્યાદૃષ્ટિ છે. ચૌદમાં ગુણસ્થાન સુધી નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. આત્મા અને શરીરને પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. આત્મા અને શરીરની બંનેની અવસ્થા સ્વતંત્ર પોતપોતાની યોગ્યતાથી થાય છે, એમાં પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. સંબંધ હોવા છતાં સંબંધ રહિત માને તો જ્ઞાન ખોટું થાય છે અને નિમિત્ત-નૈમિત્તિક સંબંધને કર્તા-કર્મ સંબંધ
માને તો પણ જ્ઞાન ખોટું થાય છે. માટે જેમ છે તેમ માનવું જોઈએ. (૩) દ્રવ્યદૃષ્ટિએ રાગાદિ અને કર્મ-નોકર્મનો સંબંધ અભૂતાર્થ છે?
જ્ઞાન તો સ્વ-પર પ્રકાશક છે. એનો વિવેક એવો હોય છે કે દ્રવ્યદૃષ્ટિએ આત્મામાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે જ નહિ, પણ પર્યાયદૃષ્ટિએ બિસ્કુલ કર્મ-નોકર્મની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે જ નહિ એમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org