________________
88888 જૈન સનાતન વીતરાગ દર્શન : (૬) હવે આ વિશ્વ વ્યવસ્થામાં હું પણ એક જીવ દ્રવ્ય છું. મારી મુસાફરીની શરૂઆત
નિગોદથી થાય છે. જ્યારે એક જીવ સિદ્ધ થઈ – સિદ્ધ શીલા પર સ્થિર થાય છે, ત્યારે એક જીવ ત્રસ પર્યાયમાં આવે છે, હવે એ ત્રસ પર્યાયમાં વધુમાં વધુ જીવને રહેવાનો કાળ બે હજાર સાગરોપમ છે. એમાં દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકીના અનંત ભવો આવે છે. એને ચાર ગતિનું-૮૪ લાખ યોનિમાં સંસાર પરિભ્રમણ કહેવાય છે. એ સમય દરમ્યાન યથાર્થ વસ્તુ સ્વરૂપ સમજી દર છ મહિને ૬૦૮ જીવો સિદ્ધ થાય છે એવો નિયમ છે. આ અનાદિ-અનંત વ્યવસ્થા છે. હવે જો એ કાળ દરમ્યાન હું મારું પ્રયોજનભૂત કાર્ય ન કરી શકું તો મારે નિગોદમાં પાછા ફરવું
પડે એમ છે. આ વાતની ગંભીર નોંધ લેવાની છે. (૭) હવે વસ્તુ વ્યવસ્થાનો વિચાર કરીએ.
સૌથી પહેલાં દ્રવ્ય-ગુણ-પર્યાય શું છે એ જાણવું પડશે. વસ્તુવિજ્ઞાનનો એવો નિયમ છે કે દરેક દ્રવ્ય પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવીને પરિણમી રહ્યો છે. દ્રવ્ય : ગુણોના સમુહને દ્રવ્ય કહે છે. ગુણ : દ્રવ્યના પૂરા ભાગમાં હોય અને તેની દરેક અવસ્થામાં હોય. પર્યાય : ગુણોની બદલાતી અવસ્થાને પર્યાય કહે છે. દ્રવ્યના સામાન્ય ગુણ ઃ (૧) અસ્તિત્ત્વ (૨) વસ્તુત્ત્વ (૩) દ્રવ્યત્વ "
(૪) અગુસ્લઘુત્ત્વ (૫) પ્રમેયક્ત (૬) પ્રદેશસ્વ. જીવ દ્રવ્યના વિશેષ ગુણ : (૧) અનંત જ્ઞાન (૨) અનંત દર્શન
(૩) અનંત વીર્ય (૪) અનંત સુખ પુદ્ગલ દ્રવ્યના વિશેષ ગુણ ઃ (૧) રસ (૨) રંગ (૩) ગંધ (૪) સ્પર્શ
જીવ (આત્મા) અને પુદ્ગલ (શરીર) બંને ભિન્ન દ્રવ્ય છે. (૮) હવે દરેક વસ્તુ ટકીને – પોતાના ગુણોને સુરક્ષીત રાખીને પરીણમી રહી છે.
તે ચોક્કસ સિદ્ધાંતોના આધારે. (૧) દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ, આ
દ્રવ્યની સ્વતંત્રતા છે. (૨) દરેક દ્રવ્યનું પરિણમન પણ સ્વતંત્ર છે – છતાં ક્રમબદ્ધ છે. દરેક ગુણની
બધી જ પર્યાયો ક્રમબદ્ધ ગોઠવાયેલી છે. આ ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org