________________
8 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન
કર્મનો ક્ષય થતાં જ થાય છે, છતાં ભ્રમથી કર્મનો ક્ષય થયા વિના પણ પોતાને ક્ષાયિકભાવ માને છે તે પણ મિથ્યાષ્ટિ છે. આ પર્યાયના સ્વરૂપને જાણતા નથી એવા જૈનમતમાં હોવા છતાં મિથ્યાષ્ટિ છે.
આત્માનો સ્વભાવ કેવળજ્ઞાન શક્તિરૂપે છે તેને વ્યક્ત પર્યાયમાં છે એમ માને તો તે નિશ્ચયાભાસી મિથ્યાષ્ટિ છે.
આત્મામાં પરમપરિણામિકભાવ ત્રિકાળ છે. કેવળજ્ઞાન ત્રિકાળ શક્તિરૂપે છે. કેવળજ્ઞાનની પર્યાય ત્રિકાળ હોતી નથી પણ તે નવી થાય છે. શક્તિરૂપે છે તે વ્યક્તરૂપે થાય છે. અને પ્રગટ થાય છે ત્યારે કર્મનો અભાવ હોય છે. પૂર્ણ પર્યાયને ક્ષાયિકભાવ કહે છે. તે પારિણામિકભાવ નથી. ક્ષાયોપથમિક ભાવ તે અપૂર્ણ દશા છે, તેનો અભાવ થઈને ક્ષાયિકભાવ પ્રગટ થાય છે, તે પારિણામિક ભાવ નથી. સર્વ ભેદ જેમાં ગર્ભિત છે એવો ચૈતન્યભાવ તે જ પારિણામિક ભાવ છે. ચૈતન્યભાવ અનાદિ-અનંત છે. જ્ઞાયકભાવ કહો કે પરિણામિક ભાવ કહો તે એક જ છે. ધ્રુવ એકરૂપ શક્તિરૂપે છે. તેના અવલંબને કેવળજ્ઞાનની પર્યાય નવી પ્રગટે છે; પણ કેવળજ્ઞાનનો સદ્ભાવ સર્વદા માનવો યોગ્ય નથી. | સ્વભાવ જ્ઞાન અને આનંદથી પરિપૂર્ણ ભરેલો છે, એવી માન્યતાથી વીતરાગતા અને કેવળજ્ઞાન પ્રગટે છે.
શરીરની ક્રિયાથી કે પાંચ મહાવ્રતથી ચારિત્ર પ્રગટતું નથી. વસ્તુમાં ચારિત્રશક્તિ ભરેલી પડી છે એમાં એકાગ્ર થવાથી ચારિત્રદશા પ્રગટે છે. પ્રથમ ચારિત્રશક્તિની પ્રતીત થવી જોઈએ ને પછી એકાગ્રતા કરવી જોઈએ. વિકાર અને
પરપદાર્થની રુચિ છોડી પોતાના સ્વભાવની રુચિ કરવી જોઈએ. (૩) વળી કોઈ પોતાને રાગાદિભાવ પ્રત્યક્ષ હોવા છતાં પણ ભ્રમથી પોતાને રાગાદિ
રહિત માને છે તે મિથ્યાષ્ટિ છે. - આત્મા સ્વભાવે જેમ શુદ્ધ છે એમ પર્યાયે પણ વર્તમાન દશામાં શુદ્ધ છે એમ કોઈ માને તો તે ભ્રાંતિ છે. પર્યાયમાં જો પ્રગટ શુદ્ધ દશા હોય તો કાંઈ કરવાનું રહેતું નથી.
- ત્યાં અમે પૂછીએ છીએ કે આ રાગાદિ થતાં જોવામાં આવે છે, તે કયા દ્રવ્યના અસ્તિત્વમાં છે? જો તે શરીરમાં કે કર્મમાં થતા હોય તો તે ભાવો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org