________________
જિક
જૈન સનાતન વીતરાગદર્શન : જૈનમglogયાયી મિશ્યાટિઓનું ર૧૫
96
(સૂમ ભૂલો) “આ ભવતરુનું મૂળ એક, જાણો મિથ્યાત્વ ભાવ;
તેહને કરી નિર્મૂળ હવે, કરીએ મોક્ષ ઉપાય.’ જિનાગમમાં નિશ્ચય-વ્યવહારરૂપ વર્ણન છે, તેમાં યથાર્થનું નામ નિશ્ચય તથા ઉપચારનું નામ વ્યવહાર છે. તેના સ્વરૂપને નહિ જાણતાં અન્યથા પ્રવર્તે છે, તે અહીં કહીએ છીએ.
અમે તો સનાતન જૈનધર્મી છીએ અને વીતરાગની આજ્ઞા માનીએ છીએ એમ માનનાર જૈન પણ મિથ્યાષ્ટિ હોય છે. તે મિથ્યાત્વનો અંશ પણ બૂરો છે તેથી એ સૂક્ષ્મ મિથ્યાત્વ પણ ત્યાગવા યોગ્ય છે.
પખંડાગમ અને સમયસારાદિને આગમ કહેવાય છે. એમાં જેવું નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ કહેલ છે તેવું સ્વરૂપ જેમ છે તેમ જે જાણતા નથી અને વિપરીત રીતે માને છે તે પણ મિથ્યાષ્ટિ છે.
(૧) કેવળ નિશ્ચયનયાવલંબી જેનાભાસોનું વર્ણન (૧) એકલા નિશ્ચયને માને છે પણ વ્યવહારને માનતા જ નથી એવા મિથ્યાષ્ટિ
જીવોનું સ્વરૂપ કહે છે. કોઈ જીવ નિશ્ચયને નહિ જાણતાં માત્ર નિશ્ચયાભાસના શ્રદ્ધાની બની પોતાને મોક્ષમાર્ગી માને છે તે નિશ્ચયના સ્વરૂપને જાણતા નથી. તેઓ મોક્ષમાર્ગ અમને પ્રગટ થયો છે એમ માને છે તથા પોતાના આત્માને સિદ્ધસમાન અનુભવે છે, પણ પોતે પ્રત્યક્ષ સંસારી હોવા છતાં ભ્રમથી પોતાને વર્તમાન પર્યાયમાં સિદ્ધ સમાન માની રહ્યા છે તે જ મિથ્યાદૃષ્ટિ – નિશ્ચયાભાસી છે. જૈનમાં જન્મીને સમયસારાદિ શાસ્ત્રો વાંચીને પણ પોતાની મતિકલ્પનાથી થતા વિકારને જે માનતા નથી તે મિથ્યાષ્ટિ છે. સંસાર પર્યાયમાં મોક્ષપર્યાયની
માન્યતા તે ભ્રમ છે. (૨) વળી કોઈ પોતાને કેવળજ્ઞાનાદિનો સદ્ભાવ માને છે, અનંત-જ્ઞાન-આનંદ-વીર્ય
આદિ વર્તમાનમાં પ્રગટ છે એમ માને છે પણ વર્તમાન પર્યાયમાં તો પોતાને ક્ષાયોપથમિક ભાવરૂપ મતિધૃતાદિ જ્ઞાનનો સદ્ભાવ છે. અને ક્ષાયિકભાવ તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org