________________
888888 જેને સનાતન વીતરાગ દર્શન આવી દ્રવ્યની પૂર્ણતા છે. દ્રવ્ય-ગુણ અને નિરપેક્ષપર્યાયરૂપ વસ્તુની જે પૂર્ણતા છે તેને પારિણામિકભાવ કહે છે.
જેનો નિરંતર સદ્ભાવ રહે તેને પરિણામિક ભાવ કહે છે, સર્વ ભેદ જેમાં ગર્ભિત છે એવો ચેતન્યભાવ તેજ જીવનો પારિણામિક ભાવ છે. મતિજ્ઞાનાદિ તથા કેવળજ્ઞાનાદિ જે અવસ્થાઓ છે તે પારિણામિક ભાવ નથી.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન એ અવસ્થાઓ ક્ષાયોપથમિક ભાવ છે, કેવળજ્ઞાન અવસ્થા ક્ષાયિકભાવ છે. કેવળજ્ઞાન પ્રગટ થયાં પહેલાં જ્ઞાનના ઉઘાડનો જેટલો અભાવ છે તે ઓદયિક ભાવ છે.
જ્ઞાન-દર્શન અને વીર્ય ગુણની અવસ્થામાં પથમિક ભાવ હોતો જ નથી. મોહનો જે ઉપશમ થાય છે તેમાં પ્રથમ મિથ્યાત્વનો (દર્શનમોહનો) ઉપશમ થતાં જે સમ્યકત્ત્વ પ્રગટે છે તે શ્રદ્ધાગુણનો ઔપશમિક ભાવ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org