________________
જૈન સનાતન વીતરાગ દર્શન
જો નિશ્ચય-વ્યવહાર બંનેને ન જાણે તો જ્ઞાન પ્રમાણ (સમ્યક્) થતું નથી. જો વ્યવહારનું લક્ષ કરે તો દૃષ્ટિ ખોટી ઠરે છે અને જો વ્યવહારને જાણે જ નહિ તો જ્ઞાન ખોટું ઠરે છે.
-
શાન નિશ્ચય-વ્યવહારનો વિવેક કરે છે ત્યારે સમ્યક્ છે અને દૃષ્ટિ – વ્યવહારનું લક્ષ છોડીને નિશ્ચયને અંગીકાર કરે તો તે
-
સમ્યક્ છે. આ રીતે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ સમ્યક્ જાણવું.
સમ્યગ્દર્શનનો વિષય શું? મોક્ષનું પરમાર્થ કારણ કોણ?
સમ્યગ્દર્શનના વિષયમાં મોક્ષપર્યાય અને દ્રવ્ય એવા ભેદ જ નથી, દ્રવ્ય જ પરિપૂર્ણ છે તે સમ્યગ્દર્શન માન્ય છે. બંધ-મોક્ષ પણ સમ્યગ્દર્શનને માન્ય નથી. બંધ-મોક્ષનો પર્યાય, સાધક દશાના ભંગ-ભેદ એ બધાને સમ્યજ્ઞાન જાણે છે.
સમ્યગ્દર્શનનો વિષય પરિપૂર્ણ દ્રવ્ય છે તે જ મોક્ષનું પરમાર્થ કારણ છે. પંચમહાવ્રતાદિ કે વિકલ્પને મોક્ષનું કારણ કહેવું તે તો સ્થૂળ વ્યવહાર છે અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સાધક અવસ્થાને મોક્ષનું કારણ કહેવું તે પણ વ્યવહાર છે, કેમકે તે સાધક અવસ્થાનો પણ જ્યારે અભાવ થાય છે ત્યારે મોક્ષદશા પ્રગટે છે, એટલે તે પણ અભાવરૂપ કારણ છે માટે વ્યવહાર છે.
ત્રિકાળી અખંડ વસ્તુ છે તે જ મોક્ષનું નિશ્ચય કારણ છે. પરમાર્થે તો વસ્તુમાં કારણ-કાર્યના ભેદ પણ નથી, કારણ-કાર્યના ભેદ પણ વ્યવહાર છે. એક અખંડ વસ્તુમાં કાર્ય-કારણના ભેદના વિચારથી વિકલ્પ આવે છે તેથી તે પણ વ્યવહાર છે; છતાં વ્યવહારપણે પણ કાર્ય-કારણના ભેદ સર્વથા ન જ હોય તો મોક્ષદશા પ્રગટવાનું પણ કહી શકાય નહિ. એટલે અવસ્થામાં સાધક સાધ્યના ભેદ છે; પરંતુ અભેદના લક્ષ વખતે વ્યવહારનું લક્ષ હોય નહિ કેમકે વ્યવહારના લક્ષમાં ભેદ આવે છે, અને ભેદના લક્ષે પરમાર્થ-અભેદ સ્વરૂપ લક્ષમાં આવતું નથી; તેથી સમ્યગ્દર્શનના લક્ષ્યમાં ભેદ આવતા નથી, એકરૂપ અભેદ વસ્તુ જ સમ્યગ્દર્શનનો વિષય છે.
સમ્યગ્દર્શન જ એક અપૂર્વ સુખનો ઉપાય છે. સંસારનો અભાવ સમ્યગ્દર્શનથી જ થાય છે. પોતાના સિદ્ધ સ્વરૂપને જાણીને સંસારનો અભાવ કરવાનો અવસર આવ્યો છે અને તેનો ઉપાય એક માત્ર આત્માનો અનુભવ-સમ્યગ્દર્શન છે.
Jain Education International
૧૫૦
For Personal & Private Use Only
www.jainelibrary.org