________________
88888
જૈન સનાતન વીતરાગ દર્શન
***
(૩) સંયોગ-વિયોગનો કર્તા જીવ નથી એમ સિદ્ધ કરવા માટે નિમિત્તથી કર્મને તેનો કર્તા કહ્યો છે, ત્યાં કર્મનું હોવાપણું સિદ્ધ કર્યુ છે.
(૪) વસ્તુ સ્વભાવથી જોઈએ તો કર્મોને આધીન પરવસ્તુઓ પરિણમતી નથી. જગતની કોઈપણ વસ્તુ અન્ય વસ્તુને આધીન નથી. આત્મા ઈચ્છા કરે તેને કારણે પરવસ્તુઓ સાથે આવે એવી પરવસ્તુ પરાધીન નથી. બધાનું પરિણમન સ્વતંત્ર છે.
(૫) આત્મા રાગ-દ્વેષ કરે અને કર્મ બંધાય ત્યાં ખરેખર આત્માએ રાગ-દ્વેષ કર્યો માટે કર્મો બંધાયા એમ નથી. પણ જે પરમાણુઓની કાર્મણ વર્ગણારૂપે ત્યારે પરિણમવાની સ્વતંત્ર લાયકાત હતી તેઓ જ તે વખતે ક્રમરૂપે સ્વતંત્ર સ્વયં પરિણમ્યા છે. હા, રાગ-દ્વેષનો અને કર્મબંધનનો કાળ એક જ હતો એટલે તેટલો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે.
(૬) આવો સ્વાધીન વસ્તુ સ્વભાવ ઓળખે તો જીવની સ્વભાવષ્ટિ થાય અને સંયોગઢષ્ટિ, નિમિત્તાધીન દષ્ટિ, પર્યાયષ્ટિ ટળે. અને પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઈ સમ્યગ્દર્શન પામે.
(૭) પરદ્રવ્યોના કર્તાપણાની માન્યતા છોડી સ્વભાવની દૃષ્ટિથી બધાનો નિર્વિકલ્પપણે જ્ઞાતા રહી જા, એ જ શાંતીનું સુખનું કારણ છે - ઉપાય છે. સુખી થવાનો આ જ ઉપાય છે.
Jain Education International
૪૪
For Personal & Private Use Only
www.jainelibrary.org