________________
8 8 જૈન સનાતન વીતરાગ દર્શન થી બીજો કેવળજ્ઞાન પામીને સિદ્ધ થઈ જાય તો તેને ખેદ ન થાય પણ અંદરથી પ્રમોદ જાગે કે : અહા! ધન્ય છે આ ધર્માત્માને ! જે મને જોઈએ છે તે તેમણે પ્રગટ કર્યું છે, અને તેની રુચિ છે, આદર છે, ભાવના છે. એટલે તેને બીજા ધર્માત્માઓ જોઈને હરખ આવે છે, ઉલ્લાસ આવે છે. અને એ રીતે ધર્મનો આદર ભાવ હોવાથી તે પોતાના ધર્મની વૃદ્ધિ કરીને પૂર્ણ ધર્મ પ્રગટ કરી સિદ્ધ થઈ જવાના.
જેને ધર્મ કરવો છે તેને યથાર્થ વસ્તુસ્વરૂપ સમજવું બહુ જ જરૂરી છે. અને વસ્તુસ્વરૂપના સિદ્ધાંત સ્વીકારવા બહુ જ અગત્યના છે. આ સિદ્ધાંત આ પ્રમાણે છે :(૧) દરેક દ્રવ્ય સ્વભાવથી જ સ્વતંત્ર છે. (૨) દરેક દ્રવ્ય - દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક છે એટલે પોતાનું અસ્તિત્વ ટકાવીને
ક્રમબદ્ધ પરિણમી રહ્યો છે. (૩) તે પરિણમન પોતાની તે સમયની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે થાય
છે ત્યારે નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી. જીવનો પુરુષાર્થ પોતામાં જ હોય, પણ પરમાં તે કાંઈ જ કરી શકે નહિ. આવું જેને ભાન નથી, તે જીવની દૃષ્ટિ પર તરફથી, નિમિત્ત તરફથી, સંયોગો તરફથી, શરીરની ક્રિયા તરફથી, કર્મના ઉદય તરફથી, વ્યવહાર તરફથી, પુણ્ય તરફથી કે પર્યાય તરફથી કદી ખસતી નથી, અને જ્ઞાનસ્વભાવી સ્વદ્રવ્ય તરફ તેમની દૃષ્ટિ વળતી નથી – એ રીતે તેમને આ વસ્તુસ્વરૂપ સમજાવવામાં આવે છે.
* (૪) દરેક વસ્તુની સ્વાધીનતા (૧) અજ્ઞાની જીવ
પરવસ્તુનો સંયોગ હું મેળવી શકું – એમ માને છે - તે તો સ્થૂળ ભૂલ છે અને કર્મના ઉદયને કારણે સંયોગ મળે એ પણ વાત યથાર્થ નથી – નિમિત્તનું જ્ઞાન કરાવનાર કથન છે. દરેક વસ્તુ સ્વતંત્ર છે. તેથી દરેકે દરેક પરમાણુઓની સંયોગ-વિયોગની ક્રિયા પોતપોતાથી સ્વતંત્ર જ થાય છે, તેનો કર્તા બીજો કોઈ પદાર્થ નથી.
(૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org