________________
88888
જૈન સનાતન વીતરાગ દર્શન
પહેલાં તો ધર્મ કરનાર જીવને હોવી જોઈએ.
(૨) ‘ધર્મ ધર્માત્માઓ વિના હોતો નથી'
જેને ધર્મની રુચિ હોય તેને ધર્માત્માઓ પ્રત્યે રુચિ હોય જ. ધર્મી જીવો પ્રત્યે જેને રુચિ નથી તેને ધર્મની જ રુચિ નથી. ધર્મની રુચિ નથી તેને ધર્મી એવા પોતાના આત્માની જ રુચિ નથી. ધર્મીની રુચિ ન હોય, ધર્માત્માઓની રુચિ ન હોય અને ધર્મની રુચિ હોય એમ બને જ નહિ; કેમ કે ધર્મ તો વસ્તુનો સ્વભાવ છે, તે ધર્મી વગર હોતો નથી. ધર્મ પ્રત્યે જેને રુચિ હોય તેને ધર્મના નિમિત્ત ધર્માત્મા પ્રત્યે ક્રોધ-અરુચિ-અપ્રેમ હોય જ નહિ. જેને ધર્માત્માઓ પ્રત્યે પ્રેમ નથી-ઓળખાણ નથી તેને ધર્મનો પ્રેમ નથી – અને જેને ધર્મનો પ્રેમ નથી તે મિથ્યાદષ્ટિ છે. જે ધર્માત્માનો તિરસ્કાર કરે છે તે ધર્મનો જ તિરસ્કાર કરે છે; કેમ કે ધર્મ અને ધર્મી જુદા નથી.
ધર્મનાયક તીર્થંકર દેવાધિદેવ અને મુનિધર્માત્માઓ સદ્ગુરુ, સમકિતી જ્ઞાનીઓ-એ બધા ધર્માત્માઓ ધર્મના સ્થાનો છે. તેમના પ્રત્યે ધર્માત્માને આદર-પ્રમોદભાવ ઊછળ્યા વગર રહેતો નથી. જેને ધર્માત્માઓ પ્રત્યે અરુચિ છે તેને પોતાના ધર્મની અરુચિ છે, પોતાના આત્મા (ધર્મી) ઉપર અરુચિ છે, ક્રોધ છે.
જેને પોતાના નિર્મળ શુદ્ધ સ્વરૂપની અરુચિ છે તે મિથ્યાદષ્ટિ છે; અને બીજું જેને ધર્મના સ્થાનો-ધર્માત્માઓ પ્રત્યે અરુચિ છે તે પણ મિથ્યાટષ્ટિ છે. જેને ધર્મની રુચિ છે તેને પોતાના આત્માની રુચિ છે. અને બીજામાં જ્યાં જ્યાં ધર્મ જુએ છે ત્યાં ત્યાં તેને પ્રમોદ આવે છે. તેને ધર્માત્માઓની રુચિ હોય જ.
જેને આત્માનો ધર્મ રુચ્યો છે, તે જ્યાં જ્યાં ધર્મ જુએ ત્યાં ત્યાં પ્રમોદ અને આદરભાવ આવ્યા વગર રહે નહિ. ધર્મ-સ્વરૂપનું ભાન થયા પછી હજી પોતે (પૂર્ણ) વીતરાગ થયો નથી એટલે પોતાને પોતાના ધર્મની પૂર્ણતાની ભાવનાનો વિકલ્પ ઊઠે છે અને પોતાના ધર્મની પ્રભાવનાનો વિકલ્પ ઊઠતાં જ્યાં જ્યાં ધર્મી જીવોને જુએ છે ત્યાં ત્યાં તેને રુચિ, પ્રમોદ અને ઉત્સાહ આવે જ છે; ખરેખર તો તેને પોતાના અંતરંગ ધર્મની પુર્ણતાની રુચિ છે.
૧૪૧
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org