________________
589 % જેન સનાતન વીતરાગ દર્શન - -- (૭) વાત્સલ્ય અંગઃ આત્મ સ્વરૂપમાં અનુરાગ રાખવો તે વાત્સલ્ય અંગ છે. ધર્મીનો
રાગ (પ્રેમ) સ્ત્રી, પુત્રાદિ, મિત્રાદિ ઉપર ચાલ્યો જતો નથી. કેમ કે પોતાના પ્રભુ સાથે પ્રેમ જોડાઈ ગયો છે. હવે તેને ક્યાંય રાગની મીઠાશ રહી નથી. બહારના કોઈ વિષયમાં સુખબુદ્ધિ રહી નથી કારણ કે પોતાના સુખ સ્વરૂપનો તેણે અનુભવ કરી લીધો છે. પોતાના પ્રભુ સાથે પ્રેમ જોડાઈ ગયો છે. પોતાના શુદ્ધ-પવિત્ર
સ્વરૂપનો પ્રેમ લાગ્યો તે ધર્મીનું વાત્સલ્ય અંગ છે. પ્રભાવના અંગ : સ્વરૂપના પ્રેમી એવા ધર્મીને સ્વરૂપની સાવધાની-સ્વરૂપના ઉત્સાહના તરંગ ઉઠે છે. એ પ્રભાવના અંગ છે. પોતાના પૂર્ણ શુદ્ધ સ્વભાવના અનુભવીને શુદ્ધ સ્વભાવનો જ ઉત્સાહ વર્તે છે. એ જ ખરી પ્રભાવના છે. શુભરાગરૂપ પ્રભાવનાનો તો સ્વભાવમાં અભાવ છે. ખરેખર વ્યવહાર ધર્મીમાં નથી અને ધર્મી વ્યવહારમાં નથી. સ્વભાવ સન્મુખનો ઉત્સાહ મોક્ષ સન્મુખનો ઉત્સાહ ઊઠે છે તે જ ખરી પ્રભાવના છે. ભાવના એટલે પોતાની પર્યાય-પોતાની વિશેષ ભાવના એ પ્રભાવના છે. આત્માના દર્શનની સાથે આઠેય અંગ ઉત્પન્ન થાય છે. માટે આવા આઠ અંગ સહિત જે સમકિતી છે તે ખરા સમકિતવંત છે.
(૩) ધર્મ - ઘર્મી અને ધર્માત્મા ધર્મ કરનાર જીવે શું જાણવું? આત્માનો ધર્મ ક્યાં થાય? તે જાણ્યા વગર કોઈ જીવને ધર્મ થાય નહિ. આત્માનો ધર્મ ક્યાંય પરમાં થતો નથી. પણ આત્માની પર્યાયમાં થાય છે. પોતાના ત્રિકાળી જ્ઞાનસ્વભાવ તરફ જે પર્યાય ઢળે તે પર્યાયમાં ધર્મ થાય છે. જેણે ધર્મ કરવો છે તેણે પહેલાં એમ તો કબૂલ કરવું જોઈએ કે “હું આત્મા છું' “મારામાં જ્ઞાન વગેરે અનંત શક્તિનો ત્રિકાળ છે અને સમયે સમયે મારી અવસ્થા બદલાય છે. તે બદલાતી અવસ્થા પરનો આશ્રય કરે છે તે અધર્મ છે; ને પરનો આશ્રય છોડી, રાગરહિત થઈને સ્વભાવ તરફ વળીને સ્વભાવમાં એકાગ્ર થતાં જ દશા પ્રગટે તે ધર્મ છે; અને સ્વભાવમાં પૂરેપૂરી એકાગ્રતા થતાં પૂર્ણ દશા-કેવળજ્ઞાન પ્રગટે છે. તે કેવળજ્ઞાન જેમને પ્રગયું છે એવા દેવ કેવા હોય? તે કેવળજ્ઞાનને સાધનાર ગુરુ - મુનિ ભગવંતો કેવા હોય? તીર્થકરની વાણીરૂપ શાસ્ત્રો (આગમ) જેમાં વસ્તુસ્વરૂપનું વર્ણન છે તે કેવાં હોય? તેની ઓળખાણ
- ૧૪ -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org