________________
8 8 8 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન - હવે પોતાના દ્રવ્યમાં પણ ક્રમબદ્ધ અવસ્થાઓના પિંડરૂપ દ્રવ્ય છું, વસ્તુ તો જ્ઞાતા જ છે, એક અવસ્થા જેટલી વસ્તુ નથી; અવસ્થામાં જે રાગ-દ્વેષ થાય તે પરવના કારણે નથી પણ વર્તમાન અવસ્થાની છે તે નબળાઈ ઉપર જોવાનું ન રહ્યું, પણ પુરુષાર્થથી પરિપૂર્ણ જ્ઞાતાસ્વરૂપમાં જ જોવાનું રહ્યું, તે સ્વરૂપના લક્ષે પુરુષાર્થની નબળાઈ અલ્પકાળમાં તૂટી જવાની છે.
ક્રમબદ્ધપર્યાય દ્રવ્યમાંથી આવે છે, પર પદાર્થમાંથી આવતી નથી તેમજ એક પર્યાયમાંથી બીજી પર્યાય પ્રગટતી નથી તેથી પોતાની પર્યાય માટે પર ઉપર કે પર્યાય ઉપર જોવાનું ન રહ્યું પણ એકલા જ્ઞાતાસ્વરૂપમાં જ જોવાનું રહ્યું. આવી જેની દશા થઈ તેણે સર્વજ્ઞના જ્ઞાન પ્રમાણે ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયમાં અનંતો પુરુષાર્થ છે.
આ બધી જ પર્યાયો પોતાની પર્યાયની તે સમયની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે પોતાના જ પકારકથી ઉત્પન્ન થાય છે તે વખતે તેને અનુકૂળ નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી. આવો ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતાનો સિદ્ધાંત સર્વજ્ઞ ભગવાને ઉપદેશ્યો છે.
આત્માની સહજ ત્રિકાળી શક્તિને ઉપાદાન કહેવાય છે તેમજ પર્યાયની વર્તમાન શક્તિને ક્ષણિક ઉપાદાન કહેવાય છે.
જે અવસ્થામાં કાર્ય થાય છે તે સમયની તે અવસ્થા પોતે જ ઉપાદાનકારણ છે અને તે વખતે તેને અનુકૂળ પરદ્રવ્ય નિમિત્ત છે. નિમિત્તને લીધે ઉપાદાનમાં કાંઈ થતું નથી. બંને સ્વતંત્ર દ્રવ્ય છે, બંનેનું પરિણમન પણ સ્વતંત્ર છે. બંનેનું પરિણમન ક્રમબદ્ધ છે.
દરેક પદાર્થમાં તેના કારણે સમય સમયની તેની પર્યાયની લાયકાતથી કાર્ય થાય છે. પર્યાયની લાયકાત-યોગ્યતા તે ઉપાદાન કારણ છે. અને તે વખતે તે કાર્ય માટે અનુકૂળતાનો આરોપ જેના ઉપર આવી શકે એવી લાયકાતવાળી બીજી ચીજ યોગ્ય ક્ષેત્રે હોય છે તેને નિમિત્તકારણ કહેવાય છે, પણ તેના કારણે વસ્તુમાં કાંઈ થતું નથી. આવું ભિન્નતાનું યથાર્થ ભાન તે ભેદજ્ઞાન છે.
દરેક સમયે દરેક પર્યાય પોતાના સ્વતંત્ર ઉપાદાનથી જ કાર્ય કરે છે. ઉપાદાનનું કાર્ય નિમિત્ત આવે તો થાય એવું પરાધીન વસ્તુસ્વરૂપ નથી. પણ ઉપાદાનનું કાર્ય સ્વતંત્ર થાય છે ત્યારે નિમિત્ત તેની પોતાની લાયકાતથી હોય છે.
- Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org