________________
જૈન સનાતન વીતરાગદર્શન છ વસ્તુવિજ્ઞાનના સિધria રિહરયો)
-૧૬
–
(૧) સિદ્ધાંતોની સમજણ - યથાર્થ વસ્તુવિજ્ઞાનનું રહસ્ય પામ્યા વિના ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે, ગમે તેટલાં વ્રત-નિયમ-તપ-ત્યાગ-વૈરાગ્ય-ભક્તિ-શાસ્ત્રાભ્યાસ કરવામાં આવે તો પણ જીવનો એક પણ ભાવ ઘટતો નથી. માટે આ મનુષ્યભવમાં જીવનું મુખ્ય કર્તવ્ય યથાર્થ રીતે “વસ્તુવિજ્ઞાન’ પ્રાપ્ત કરી લેવાનું છે.
વીતરાગ સર્વશે સ્વયં પ્રત્યક્ષ જાણીને ઉપદેશેલું વસ્તુવિજ્ઞાન વિશાળ છે અને તે અનેક આગમોમાં વિસ્તરેલું છે. અનેક આગમોના અભ્યાસીઓ પણ ઘણીવાર તે વસ્તુવિજ્ઞાનનું ખરું રહસ્ય ખેંચી શકતા નથી.
તે વિશાળ વસ્તુવિજ્ઞાનનો રહસ્યભૂત સાર અહીં ખાસ સ્પષ્ટ કરવામાં આવે છે - - છ દ્રવ્યસ્વરૂપ આ લોકમાં વિશ્વનો દરેકે દરેક પદાર્થ “સામાન્ય-વિશેષાત્મક’ (દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક) છે. ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યાત્મક છે. સામાન્ય પોતે જ વિશેષરૂપે પરિણમે છે. પોતાના ગુણોને ટકાવીને તેની નવી નવી પર્યાયો (અવસ્થાઓ) થયા કરે છે. વિશેષરૂપે પરિણમવામાં બીજા કોઈ પદાર્થની તેને ખરેખર કંચિત્માત્ર સહાય નથી. પદાર્થ માત્ર નિરપેક્ષ છે. એનો અર્થ આમ થાય છે કે દરેક પદાર્થ સ્વતંત્ર રીતે પોતાનું અસ્તિત્વ ટકાવીને સ્વતંત્રપણે જ પરિણમી રહ્યો છે.
આમ સર્વ સ્વતંત્ર હોવા છતાં વિશ્વમાં અંધારું નથી–પ્રકાશ છે, અકસ્માત નથી – ન્યાય છે. તેથી તો (૧) પુણ્યભાવરૂપ વિશેષમાં પરિણમનાર જીવદ્રવ્યને અમુક (અનુકૂળ કહેવાતી) સામગ્રીનો જ સંયોગ થાય (૨) પાપ ભાવરૂપ વિશેષમાં પરિણમનાર જીવદ્રવ્યને અમુક (પ્રતિકૂળ કહેવાતી) સામગ્રીનો જ સંયોગ થાય અને (૩) શુદ્ધભાવરૂપ વિશેષમાં પરિણમનાર જીવદ્રવ્યને કર્માદિક સંયોગોનો અભાવ જ થાય, (સંવર-નિર્જરા-મોક્ષ જ થાય.) આવી રીતે અનેક અનેક પ્રકારનો સહજ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ વિશ્વના પદાર્થોમાં પ્રવર્તે છે. નિમિત્ત-નૈમિત્તિકપણે પ્રવર્તતા પદાર્થોમાં પરતંત્રતા લેશ (જરાપણ) પણ નથી. સૌ પોતપોતાના વિશેષરૂપે જ સ્વતંત્રપણે છતાં ન્યાયસંગતપણે પરિણમ્યા કરે છે.
- ૧૨૮૦%
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org