________________
8 8 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન
આ મહાન સિદ્ધાંત છે, વિશ્વ વ્યવસ્થા આ સિદ્ધાંત પર કાર્ય કરી રહી છે. સ્વયં સંચાલિત વિશ્વ વ્યવસ્થામાં બધું જ જે રીતે નિયત થયેલું છે તે પાંચ સમવાય મળતા થયા જ કરે છે. બહુ જ ઊંડાણથી અને ગંભીરતાથી આ સિદ્ધાંતનો અભ્યાસ કરવાની આવશ્યકતા છે.
જ્ઞાયક સ્વભાવ લક્ષમાં આવે ત્યારે ક્રમબદ્ધ પર્યાય યથાર્થ સમજમાં આવી શકે છે. જે જીવ પાત્ર થઈને પોતાના આત્મહિત માટે સમજવા માગે છે તેને આ વાત યથાર્થ સમજમાં આવી રહે છે. જેને જ્ઞાયકની શ્રદ્ધા નથી, સર્વજ્ઞની શ્રદ્ધા નથી, સર્વજ્ઞતાની પ્રતીત નથી, અંદરમાં વૈરાગ્ય નથી અને કષાયની મંદતા પણ નથી એવો જીવ તો શાયકસ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ છોડીને ક્રમબધ્ધના નામે સ્વછંદતાનું પોષણ કરે છે.
જે જીવ ક્રમબદ્ધ પર્યાયને યથાર્થ રૂપે સમજેછે તેને સ્વછંદતા થઈ શકે જ નહિ. ક્રમબદ્ધને યથાર્થ સમજે તે જીવ તો જ્ઞાયક થઈ જાય છે, તેને કર્તૃત્ત્વના ઉછાળા શમી જાય છે ને પરદ્રવ્યનો અને રાગનો અકર્તા થઈ જ્ઞાયકમાં એકાગ્ર થતો જાય છે.
અકર્તાપણું સિદ્ધ કરવું એ જ ક્રમબદ્ધપર્યાયના સિદ્ધાંતનો સાર છે. જે કાંઈ પણ સ્વયં બની રહ્યું છે તેને કરે કોણ? આમાં પાંચ સમવાય (૧) સ્વભાવ (૨) નિયતિ (૩) કાળલબ્ધિ (૪) પુરુષાર્થ (૫) નિમિત્ત આવી જાય છે. (૧૨) ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતાનો સિદ્ધાંત :
દરેક દ્રવ્યની પર્યાય સ્વતંત્ર અને ક્રમબદ્ધ છે એ તો બરાબર પણ પર્યાયનો એ ક્રમ કેવી રીતે નક્કી થાય છે. તેનો સિદ્ધાંત છે.
દરેક પર્યાય તેની તે સમયની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે ઉત્પન્ન થાય છે અને ત્યારે કોઈને કોઈ નિમિત્તની હાજરી હોય જ છે, પણ નિમિત્તે કાંઈ કરતું નથી.’
આ સિદ્ધાતમાં ઉપાદાન અને નિમિત્ત બંનેની સ્વતંત્રતા જ બતાવવામાં
આવી છે.
ઉપાદાન બે પ્રકારનુ છે (૧) ત્રિકાળી (૨) ક્ષણિક. ત્રિકાળી ઉપાદાનમાં જોવાનું છે તેનું શક્તિ-સામર્થ્ય અને ક્ષણિક ઉપાદાનમાં જોવાનું છે તે સમયની
યોગ્યતા.
Jain Education International
૧૨૦
For Personal & Private Use Only
www.jainelibrary.org