________________
% જેન સનાતન વીતરાગ દર્શન મિથ્યાત્વ અને રાગ-દ્વેષ એ જ અજ્ઞાન અવસ્થા છે. જ્ઞાન અવસ્થામાં એકલો જ સુખનો અનુભવ કરે છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમન એ જ્ઞાન અવસ્થા છે.
પ્રાપ્ત સંયોગો – અનુકૂળ હોય કે પ્રતિકૂળ એ જીવને સુખ-દુઃખનું કારણ નથી. અનુકૂળ સંયોગોમાં સુખનો આભાસ થાય છે અને પ્રતિકૂળ સંયોગોમાં દુઃખનો આભાસ થાય છે.
ભાઈ! આ શરીરના રજકણ અહીં પડ્યા રહેશે. અને આ મકાન-મહેલ પણ બધાં પડ્યાં રહેશે. એમાંની કોઈ ચીજ તારા સ્વરૂપમાં નથી, એ બધી જીવ સ્વરૂપથી ભિન્ન છે. સદંતર ભિન્ન છે. એમાં તારું સુખ ક્યાંય નથી.
હે પ્રભુ! તું તેમના મોહપાશમાંથી નીકળી જા. હવે લુંટાવાનું રહેવા દે. તું તારા એકત્ત્વ વિભક્તપણાને પામી એકલો નિજાનંદને ભોગવ.
આ બાર ભાવના : (૧) અનિત્ય ભાવના (૨) અશરણ ભાવના (૩) સંસાર ભાવના (૪) એકત્ત્વ ભાવના (૫) અન્યત્ત્વ ભાવના (૬) અશુચિ ભાવના (૭) આસ્રવ ભાવના (૮) સંવર ભાવના (૯) નિર્જરા ભાવના (૧૦) લોક ભાવના (૧૧) બોધિ દુર્લભ ભાવના (૧૨) ધર્મ ભાવના... નો અભ્યાસ કરવો.
જેને જેની રુચિ હોય તે તેની વારંવાર ભાવના ભાવે છે, અને ભાવનાને અનુસાર ભવન થાય છે. જેવી ભાવના તેવું ભવન. શુદ્ધાત્માની વારંવાર ભાવના કરવાથી તેવું ભવન-પરિણમન થઈ જાય છે. માટે જ્યાં સુધી આત્માની યથાર્થ શ્રદ્ધા, જ્ઞાનને અનુભવ ન થાય ત્યાં સુધી સત્સમાગમે વારંવાર પ્રીતિપૂર્વક તેનું શ્રવણ, મનન અને ભાવના કર્યા જ કરવી એ ભાવનાથી જ ભવનો નાશ
થાય છે. (૧૧) ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત
જે દ્રવ્યનું જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે, જે નિમિત્તથી, સર્વજ્ઞભગવાને એના જ્ઞાનમાં જે જાયું છે, તે દ્રવ્યનું તે ક્ષેત્રે, તે કાળે, તે ભાવે, તે જ નિમિત્તથી તે જ પ્રમાણે પરિણમન થાય, એમાં નરેન્દ્ર, દેવેન્દ્ર કે જિનેન્દ્ર કોઈપણ કાંઈ કરી શકે નહિ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org