________________
88888 જેન સનાતન વીતરાગ દર્શન -----
પાડવો પડતો નથી. જે રીતે ગઈ કાલની વાત યાદ આવે તે જ રીતે પચાસ વર્ષ પહેલાની વાત પણ ઝટ યાદ આવી શકે છે. માટે જ્ઞાનમાં કાળભેદ પડતો નથી; કાળને ખાઈ જાય એવો અરૂપી જ્ઞાનમૂર્તિ આત્મા છે.
જ્ઞાન અરૂપી છે તેથી જ્ઞાન ગમે તેટલું વધી જાય તો પણ તેનું વજન લાગતું નથી. (આ ક્ષયોપશમ જ્ઞાનની વાત નથી -- એને તો અજ્ઞાન કહ્યું છે) અનુભવ જ્ઞાનની આ વાત છે. જ્ઞાનને વજન નથી માટે તે અરૂપી છે.
જ્ઞાન શુદ્ધ અવિકારી છે; જ્ઞાનમાં વિકાર નથી. જુવાનીમાં કામ-ક્રોધાદિ વિકારી ભાવોથી ભરેલી, કાળા કોયલા જેવી જિંદગી ગાળી હોય, પણ પછી
જ્યારે તેને જ્ઞાનમાં યાદ કરે ત્યારે જ્ઞાન સાથે તે વિકાર થઈ આવતો નથી, તેથી જ્ઞાન પોતે શુદ્ધ અવિકારી છે. આત્મા પોતે શુદ્ધ અવસ્થામાં રહીને વિકારનું જ્ઞાન કરી શકે છે. અવસ્થામાં પરના અવલંબનથી ક્ષણિક વિકાર થાય છે એને અવિકારી સ્વભાવના ભાન વડે સર્વથા તોડી શકાય છે. નાશ થઈ શકે તે આત્માનો સ્વભાવ હોય નહિ; તેથી વિકાર આત્માનો સ્વભાવ નથી.
જેને જ્ઞાનધારામાં જ્ઞાયકનું જ્ઞાન થયું છે તેને રાગાદિ પરશેયોનું જે જ્ઞાન થાય છે તે શેયને લઈને થાય એવી પરાધીનતા જ્ઞાનને નથી. શુભાશુભ ભાવોથી ભિન્ન પડીને જેને ચૈતન્યની દૃષ્ટિ થઈ છે તેને જ્ઞાનની પર્યાયમાં સ્વપરનું જે જ્ઞાન થયું તે, પરશેય છે માટે પરસંબંધી જ્ઞાન થયું છે – એમ નથી; જ્ઞાનના સ્વપર પ્રકાશકપણાને લઈને જ્ઞાન થયું છે. તેથી રાગને-શેયને જાણતાં શેયકૃત જ્ઞાન છે એમ નથી, પણ જ્ઞાનકૃત જ્ઞાન છે. જ્ઞાનની પર્યાય પ્રત્યેક સમયે તે ક્ષણની પોતાની યોગ્યતાથી જ ઉત્પન્ન થાય છે અને જાણવાનું કાર્ય થાય છે.
જ્ઞાનસ્વભાવ સ્વપર પ્રકાશક છે, તે પરને જાણે તે કાંઈ આસવ-બંધનું કારણ નથી, છતાં અજ્ઞાની “પરનો વિચાર કરવાથી તો આસ્ત્રવબંધ થશે' એમ માનીને પરના વિચારથી દૂર રહેવા માગે છે; તેની તે માન્યતા જૂઠી છે.
- હા, ચૈતન્યના ધ્યાનમાં એકાગ્ર થઈ ગયો હોય તો પરદ્રવ્યનું ચિંતવન છૂટી જાય; ઉપયોગ ત્યાં નથી માટે. પણ અજ્ઞાની તો “પરને જાણનાર જ્ઞાનનો ઉપયોગ જ બંધનું કારણ છે” એમ માને છે. બંધનું કારણ તો મિથ્યાત્વ-વિપરીત માન્યતા અને રાગ-દ્વેષના પરિણામ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org