SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ તેજકજી જેન સનાતન વીતરાગ દર્શન @@ સંયમ પ્રગટે છે. ગુણ-ગુણીનો ભેદ પણ વસ્તુદૃષ્ટિનો વિષય નથી. વાસ્તવિક રીતે તો અનંતગુણોનો અભેદ પિંડરૂપ જે નિજ વસ્તુ તે જ દૃષ્ટિનો વિષય છે. દ્રવ્યથી સામાન્ય, ક્ષેત્રથી અભેદ, કાળથી નિત્ય અને ભાવથી એક, આ ચારેયનો એક અભેદ દ્રવ્ય એ જ દૃષ્ટિનો વિષય છે. સર્વજ્ઞતાની સત્તા ઃ પહેલાં નક્કી કરો કે આ જગતમાં સર્વજ્ઞતાને પામેલા કોઈ આત્મા છે કે નહિ? જો સર્વજ્ઞ છે, તો તેમને તે સર્વજ્ઞતારૂપી કાર્ય કઈ ખાણમાંથી આવ્યું? ચૈતન્યશક્તિની ખાણમાં સર્વજ્ઞતારૂપી કાર્યનું કારણ થવાની તાકાત પડી છે. આવી ચેતન્યશક્તિની સન્મુખ થઈને સર્વજ્ઞતાનો સ્વીકાર કરતાં તેમાં અપૂર્વ પુરુષાર્થ આવે છે. “સર્વજ્ઞતાનો સ્વીકાર કરતાં પુરુષાર્થ ઊઠી જાય છે' એ માન્યતા તો ઘણી મોટી ભૂલ છે. કેવળજ્ઞાનને તેના કારણની પ્રતીતિ કરતાં જેને સ્વસમ્મુખતાનો અપૂર્વ પુરુષાર્થ ઊપડે છે તે જીવ નિઃશંક થઈ જાય છે. “મારા આત્માના-શુદ્ધસ્વભાવના આશ્રયે-આધારે-સર્વજ્ઞની પ્રતીતિ કરીને મોક્ષમાર્ગનો પુરુષાર્થ મેં શરૂ કર્યો છે ને સર્વજ્ઞના જ્ઞાનમાં પણ એ જ રીતે આવ્યું છે; - હું અલ્પકાળમાં મોક્ષ પામવાનો છું ને સર્વજ્ઞના જ્ઞાનમાં પણ એમ જ આવ્યું છે. વીતરાગતા” સર્વ શાસ્ત્રોનો સાર “વીતરાગતા” જ છે. શુદ્ધ પરિણામ તે આત્માનો ધર્મ છે. તેમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે આવી જાય છે, પણ વ્રતાદિનો રાગ તેમાં આવતો નથી. આ શુદ્ધ રત્નત્રયરૂપ જે વીતરાગ ભાવ તે જ બધાં શાસ્ત્રોનું તાત્પર્ય છે. તે જ જિનશાસન છે, તે સર્વજ્ઞ ભગવંતોની આજ્ઞા છે ને તે જ વીતરાગી સંતોનું ફરમાન છે. માટે તેને જ શ્રેયરૂપ જાણીને આરાધના કરવી. જેવો વીતરાગ સ્વભાવ શક્તિરૂપે અંદર પડ્યો છે તે પર્યાયમાં પ્રગટ થાય છે. એક સમયની વીતરાગતા પ્રગટ થાય તે સમ્યગ્દર્શન છે. બે ઘડીની સ્થિરતા થતા જે વીતરાગ દશા પ્રગટ થાય તે કેવળજ્ઞાન છે. આત્માનુભૂતિ એ જ જિનશાસન છે. (૮) જ્ઞાનસ્વભાવ : જ્ઞાન આત્માનો સ્વભાવ છે. જ્ઞાનમાં કાળભેદ નથી, જ્ઞાનને વજન નથી અને જ્ઞાનમાં વિકાર નથી. પચાસ વર્ષ પહેલાંની વાત યાદ કરવી હોય તો તે સંભારવા જ્ઞાનમાં ક્રમ જાત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy