________________
એક કળી જેને સનાતન વીતરાગ દર્શન - @ (૬) વિકલ્પથી ભિન્ન પડીને સ્વસમ્મુખપણે જેણે ચૈતન્યનો અનુભવ કર્યો છે, પ્રજ્ઞા
છીણી વડે જ્ઞાન અને વિકલ્પને જુદા પાડી નાખ્યા છે તે જ્ઞાનીને નિર્વિકલ્પ અનુભવનો કાળ જ્યારે ન હોય ત્યારે નયપક્ષના જે વિકલ્પો ઊઠે તે ચારિત્રમોહ પૂરતો રાગ છે, પણ ધર્મીને તે વિકલ્પના ગ્રહણનો ઉત્સાહ નથી, તે વિકલ્પને સાધન માનતા નથી, ને તેના કર્તા થતા નથી; તેનું જ્ઞાન વિકલ્પથી જુદું ને જુદું
પરિણમે છે. (૭) જ્યારે નયપક્ષ સંબંધી સમસ્ત વિકલ્પોથી પાર થઈને સ્વસંવેદન વડે ધ્યાનમાં
(શુદ્ધોપયોગમાં) હોય ત્યારે શ્રુતજ્ઞાની પણ વીતરાગ, જેવો જ છે, અબુદ્ધિપૂર્વકના વિકલ્પો ભલે પડડ્યા હોય, પણ તેના ઉપયોગમાં કોઈ વિકલ્પનું ગ્રહણ નથી,
નિર્વિકલ્પ અનુભવમાં એકલા પરમાનંદને જ અનુભવે છે. (૮) ધર્મી કહે છે કે, “સમસ્ત વિકલ્પોરૂપ બંધ પદ્ધતિને છોડીને અપાર ચૈતન્યતત્ત્વને હું
અનુભવું છું, મારા ઉત્પાદ-વ્યય-ધ્રુવ ચૈતન્યભાવ વડે જ ભવાય છે”-શ્રુતજ્ઞાનને
અંતર્મુખ કરીને આવો અનુભવ થાય તે સમ્યગ્દર્શન છે. (૯) સમ્યસન્મુખ જીવને હજી પોતાના ભૂતાર્થ સ્વભાવના આશ્રયે નિર્વિકલ્પ વેદન
પ્રગટયું નથી, ત્યાં “અહો! આ મારો આત્મા એકાકાર જ્ઞાયક સ્વરૂપ છે' એવા બહુમાનનો વિકલ્પ તેને ઊઠે છે, પણ તે વિકલ્પનું શરણ નથી, શરણું તો ભૂતાર્થ
સ્વભાવનું જ છે, ને તેના જ શરણે સમ્યગ્દર્શન – નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે. (૧૦) નયપક્ષ સકલ રહિત ભાખ્યો તે ‘સમયનો સાર છે” જે ખરેખર સમસ્ત નયપક્ષો વડે
ખંડિત નહિ થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પનો વ્યાપાર અટકી ગયો છે એવો છે તે સમયસાર છે. ખરેખર આ એકને જ કેવળ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું નામ
મળે છે. (૧૧) પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, પછી
આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઈન્દ્રિય દ્વારા અને મનદ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તે બધાને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાનની પર્યાયને આત્મસન્મુખ કર્યું છે એવો, તથા નાના પ્રકારના નયપક્ષોના આલંબનથી તથા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org