SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ જેન સનાતન વીતરાગ દર્શન ગાથાર્થ નયપક્ષથી રહિત જીવ, સમયથી પ્રતિબદ્ધ થયો થકો (અર્થાત્ ચિસ્વરૂપ આત્માને અનુભવતો થકો) બંને નયોના કથનને કેવળ જાણે છે પરંતુ નયપક્ષને જરાપણ ગ્રહણ કરતો નથી. ભાવાર્થ ? જેમ કેવળી ભગવાન સદા નયપક્ષના સ્વરૂપના સાક્ષી (જ્ઞાતાદ્રષ્ટા) છે તેમ શ્રુતજ્ઞાની પણ જ્યારે સમસ્ત નયપક્ષોથી રહિત થઈ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવનું અનુભવન કરે છે ત્યારે નયપક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે. એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય; પ્રયોજનના વશે એક નયને પ્રધાન કરી તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્રમોહનો રાગ રહે; અને જ્યારે નયપક્ષને છોડી વસ્તુસ્વરૂપને કેવળ જાણે જ ત્યારે તે વખતે શ્રુતજ્ઞાની પણ કેવળીની માફક વીતરાગ જેવો જ હોય એમ જાણવું. સારભૂત ઃ (૧) પરથી તો આત્માના પ્રયોજનની કાંઈ સિદ્ધિ થતી નથી. (૨) બહારના રાગથી પણ કાંઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. (૩) હું શુદ્ધ છું' ઈત્યાદિ વિકલ્પો વડે ચૈતન્યના અનુભવનું પ્રયોજન સિદ્ધ થતું નથી. (૪) ધર્માત્મા સમસ્ત વિકલ્પોના પક્ષને ઓળંગીને ચૈતન્યને અનુભવે છે. નિમિત્તના આશ્રયથી લાભ થાય એ વાત તો ક્યાંય રહી, પણ શાંતરસના પિંડ ચૈતન્યને અંદરના શુદ્ધનયના વિકલ્પ ને આશ્રયે પણ કિંચિત લાભ નથી, ચૈતન્યસ્વરૂપમાં આરૂઢ થઈને શાંતરસના વેદનની દશામાં કોઈ વિકલ્પનો પક્ષ રહેતો નથી, એનું નામ પક્ષાતિક્રાંત-સમયસાર છે, તે જ નિર્વિકલ્પ પ્રતીતિરૂપે પરિણમેલો પરમ આત્મા છે, જ્ઞાન આત્મા છે, જ્યોતિ સ્વરૂપ છે. (૫) “શુદ્ધ પરમાત્મા સચ્ચિદાનંદ છું એવો વિકલ્પ પણ ખરેખર પરલક્ષી-પરાશ્રયીભાવ છે, તે પણ અનુભવનું સાધન નથી. શ્રુતજ્ઞાનને સ્વસમ્મુખ કરવું તે જ એક અનુભવનું સાધન છે. વિકલ્પાતીત થઈને ચૈતન્યનું સ્વસંવેદન કરે ત્યારે શ્રુતજ્ઞાની પણ કેવળી ભગવાનની જેમ પક્ષાતીત-વિકલ્પાતીત છે, વીતરાગ ' જેવો જ છે. - ૧૦૯ ૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy