SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ 88888 * જૈન સનાતન વીતરાગ દર્શન (૧૧) પ્રશ્ન ઃ જેને આત્માની ખરી ધગશ જાગે તે જીવની દશા કેવી હોય? ઉત્તર ઃ (૧) આત્માર્થીને સમ્યગ્દર્શન પહેલાં સ્વભાવ સમજવા માટે એટલો તીવ્ર રસ હોય કે જ્ઞાની પાસેથી સ્વભાવ સાંભળતાં જ તે ગ્રહણ થઈને અંદરમાં ઉતરી જાય.. આત્મામાં પરિણમી જાય... અહો! મારો આવો સ્વભાવ ગુરુએ બતાવ્યો' એમ ગુરુનો ઉપદેશ ઠેઠ આત્મામાં સ્પર્શી જાય. (૨) જેમ કોરા ઘડા ઉપર પાણીનું ટીપું પડતાં જ તે ચૂસી લે છે, અથવા ધગધગતા લોઢા ઉપર પાણીનું ટીપું પડતાં જ તે ચૂસી લે છે, તેમ જેને તીવ્ર આત્મજિજ્ઞાસા જાગી છે ને જે દુઃખથી અતિ સંતપ્ત છે એવા આત્માર્થી જીવને શ્રી ગુરુ પાસેથી આત્મશાંતિનો ઉપદેશ મળતાં જ તેને ચૂસી લ્યે છે, એટલે કે તે ઉપદેશને પોતાના આત્મામાં પરિણમાવી દે છે. (૩) આત્માર્થીને સ્વભાવની જિજ્ઞાસા અને ઝંખના એવી ઉગ્ર હોય કે ‘સ્વભાવ’ સાંભળતાં તો હૃદયમાં સોંસરવા ઉતરી જાય... અરે! ‘સ્વભાવ’ કહીને જ્ઞાની શું બતાવવા માંગે છે. એનું જ મારે ગ્રહણ કરવું છે - આમ રૂંવાટે રૂંવાટે સ્વભાવ પ્રત્યેનો ઉત્સાહ જાગે ને પરિણતિનો વેગ સ્વતરફ વળે. એવો પુરુષાર્થ ઉપાડે કે સ્વભાવ પ્રાપ્ત કરે જ છૂટકો. સ્વભાવની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ચેન ન પડે. (૪) જ્યાં સુધી એવું અંતર પરિણામ ન થાય ત્યાં સુધી પોતાની કચાશ સમજીને ખૂબ જ અંતરશોધ કરીને આત્માર્થી ઉગ્રતા કરે. (૧૨) પ્રશ્ન ઃ ભગવાન ! પક્ષાતિક્રાન્તનું શું સ્વરૂપ છે? પ્રભો ! નિર્વિકલ્પ અનુભવનું સ્વરૂપ શું છે ને અનુભવની રીત શું છે? ઉત્તર : આચાર્ય દેવ, સમયસાર ગાથા ૧૪૩ માં નિર્વિકલ્પ અનુભવનું સ્વરૂપ બતાવે છે. ‘નયદ્રય કથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ જે; નયપક્ષ કંઈપણ નવ ગ્રહે, નયપક્ષથી પરિહીન તે.’ ૧૦૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy