________________
%88 જેને સનાતન વીતરાગ દર્શન
: તે સમ્યગ્દર્શન વખતનો પુરુષાર્થ જુદો જ છે; પરંતુ અહીં સમ્યગ્દર્શન પહેલાંની દશાની જે વિશેષતા છે તે બતાવવી છે, તેથી એમ કહ્યું છે.
રાગ તરફનું જોર તૂટવા માંડ્યું ને સ્વભાવ તરફનું જોર વધવા માંડયું, ત્યાં (સવિકલ્પ દશા હોવા છતાં) એકલો રાગ જ કામ નથી કરતો, પણ રાગના અવલંબન વગરનો સ્વભાવ તરફના જોરવાળો એક ભાવ પણ ત્યાં કામ કરે છે, અને તેના જોરે આગળ વધતો વધતો, પુરુષાર્થનો કોઈ અપૂર્વ કડાકો કરીને નિર્વિકલ્પ આનંદના
વેદન સહિત તે જીવ સમ્યગ્દર્શન પામી જાય છે. • - એકવાર આવો નિર્વિકલ્પ અનુભવ થઈ ગયા પછી જ્ઞાનીને પાછો વિકલ્પ
પણ આવે, અને વિકલ્પ વખતે નિશ્ચયનયનો ઉપયોગ ન હોય, છતાં તે વખતેય તે
જ્ઞાનીને જ્ઞાનનું પ્રમાણરૂપ પરિણમન સમ્યજ્ઞાનપણું-ભેદજ્ઞાન-તો નિરંતર વર્તી જ ન રહ્યું છે, તેમજ દૃષ્ટિ તો નિશ્ચયનયના વિષયરૂપ શુદ્ધાત્મા ઉપર સદાય પડી છે.
હવે તેને જે વિકલ્પ ઊઠે છે તે પહેલાંના જેવા નથી. પહેલાં અજ્ઞાન દશામાં તો તે વિકલ્પ સાથે જ એકતા માનીને ત્યાં જ અટકી જતો; અને હવે ભેદજ્ઞાન દશામાં તો તે વિકલ્પને પોતાના સ્વભાવથી જુદો જ જાણે છે, એટલે તેમાં અટકવાનું
બનતું નથી, પણ શુદ્ધસ્વભાવ તરફ જ જોર રહે છે. આવી સાધકજીવની પરિણતિ છે. (૭) પ્રશ્નઃ શાસ્ત્રમાં – ઉપદેશમાં પ્રયત્ન કરવો, પ્રયત્ન કરવો – એવી વાત આવે છે ને?
ઉત્તર : પ્રયત્ન કરવાનું કહેવામાં આવે છે. ઉપદેશની આ શેલી છે. પ્રયત્ન થાય પણ છે. ઊંડા સંસ્કાર પાડો એમ કહેવામાં પણ આવે છે. પ્રયત્ન થાય પણ છે – સંસ્કાર ઊંડા પડતાં જાય છે. પણ, પ્રયત્ન છે તો પર્યાય! તો પર્યાય માત્રથી ભિન્ન છું, પ્રયત્ન શું કરું?” સહજ થાય જ છે. પ્રયત્ન વગેરેનું થવું પર્યાયનો સ્વભાવ છે. તેમાં હું ન આવું છું, ન જાઉ છું. ત્રિકાળી છું એવી દૃષ્ટિમાં પ્રયત્ન સહજ થાય છે. “હું પરિણામ માત્ર નથી.” ત્રિકાળી ધ્રુવપણામાં અહપણું સ્થાપી દેવું તે જ ઉપાય છે. આખી આત્મવસ્તુ જ અંતર્મુખ દૃષ્ટિનો વિષય છે. જૈનશાસનનું એકપણ રહસ્ય અંતરની દૃષ્ટિ વિના સમજાય તેવું નથી.
જગતનો રાજા ચૈતન્યભગવાન આત્મા પોતે અનંત સામર્થ્યનો ભંડાર છે. પોતે એકલો પોતાના સ્વભાવની તાકાતથી, પર્યાયનો સંકોચ ટાળીને વિકાસ કરીને મોક્ષદશા પ્રગટ કરે છે. અંતર્મુખ થઈને સ્વભાવની શક્તિની પ્રતીત કરતાં તેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org