________________
૧૪
88 8 8 8 8 જેને સનાતન વીતરાગ દર્શન
' - રમૂa પ્રનો :
(જ્ઞાન-ઉપયોગ) (૧) પ્રશ્નઃ ધર્મીના જ્ઞાનનો ઉપયોગ પર તરફ હોય?
ઉત્તર ઃ હા, સાધક દશામાં ધર્મીના જ્ઞાનનો ઉપયોગ પર તરફ પણ હોય છે. (૨) પ્રશ્ન જ્ઞાનનો ઉપયોગ પર તરફ હોવા છતાં ધર્મ થાય?
ઉત્તરઃ હા પર તરફ ઉપયોગ વખતે પણ, ધર્મીને જે પ્રધાનનું પરિણમન થઈ ગયું છે, તે પરિણતિ તો ચાલુ જ છે. ધર્મને સમ્યગ્દર્શન જ્ઞાનપૂર્વક જેટલો વીતરાગભાવ થયો છે તેટલો ધર્મ તો વર્તે જ છે. એવું નથી કે જ્યારે સ્વમાં ઉપયોગ હોય ત્યારે જ ધર્મ હોય અને જ્યારે પરમાં ઉપયોગ હોય ત્યારે ધર્મ હોય જ નહિ. પર તરફ ઉપયોગ વખતે પણ ધર્મીને સમ્યગ્દર્શન ધર્મ તો સળંગપણે વર્તે જ છે, તેમજ ચારિત્રની પરિણતિમાં જેટલો વીતરાગી-સ્થિરતાભાવ પ્રગટ્યો છે તેટલો ધર્મ પણ ત્યાં વર્તે
(૩) પ્રશ્ન જ્ઞાનીનો ઉપયોગ પણ પર તરફ હોય અને અજ્ઞાનીનો ઉપયોગ પણ પર તરફ
હોય - તેમાં ફેર શું? ઉત્તર ઃ તેમાં મહાન તફાવત છે. સૌથી પહેલી વાત એ છે કે જ્ઞાનીને સમ્યગ્દર્શન વખતે એકવાર તો વિકલ્પ તૂટીને ઉપયોગ સ્વ તરફ વળી ગયો છે, નિર્વિકલ્પ અનુભૂતિ થઈ ગઈ છે, એટલે ભેદજ્ઞાન થઈને પ્રમાણ-જ્ઞાન થઈ ગયું પછી હવે તેનો ઉપયોગ પર તરફ જાય ત્યારે પણ ભેદજ્ઞાન-પ્રમાણ તો સાથેને સાથે જ વર્તે છે; જ્યારે અજ્ઞાની તો એકાંત પરને જ જાણે છે. પરથી ભિન્ન સ્વતત્ત્વનું તેને શ્રદ્ધાન નથી, પરને જાણતાં પરને રાગની સાથે એકતાબુદ્ધિ વર્તે છે તેથી તેનું જ્ઞાન ખોટું છે. જ્ઞાનીને જગતના ગમે તે શેયને જાણતી વખતે પ્રમાણજ્ઞાન સાથેને સાથે જ વર્તે છે, એટલે સમ્યજ્ઞાનનું પરિણમન તેને સદાય વર્યા કરે છે. અજ્ઞાનીને તો એકલો પર તરફનો ઉપયોગ અને અધર્મ જ છે; જ્ઞાનીને પર તરફના ઉપયોગ વખતે
સાથે અંશે શુદ્ધતારૂપ ધર્મ પણ વર્તે છે. (૪) પ્રશ્નઃ સ્વ તરફનો ઉપયોગ ક્યારે હોય?
ઉત્તર : અજ્ઞાનીને તો સ્વ-તરફનો ઉપયોગ હોતો જ નથી. બધા જ જ્ઞાનીઓને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org