________________
જૈન સનાતન વીતરાગદર્શન આપી શકે નહિ – એવી દરેક દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વતંત્રતા અનંત જ્ઞાનીઓએ પોકારી પોકારીને કહી છે.
એમ જાણવું ન માનવું એમાં ‘અર્થ’ ની સિદ્ધિ છે. ભગવાન આત્માને બધાથી ભિન્ન જોવો એમાં “અર્થ'ની સિદ્ધિ છે. આમાં અનંતો પુરુષાર્થ છે. (૩) કામ નિસ્પૃહાનું ગ્રહણ કરવું તે કામ.
ઈચ્છારહિત - નિસ્પૃહભાવ - વીતરાગભાવના ગ્રહણમાં “કામ” પુરુષાર્થની સાધના છે. રૂછનિરોધઃ તાઃ એટલે કે શુભાશુભ ઈચ્છાનો નિરોધ તે તપ છે. આત્માને આત્મા દ્વારા ધરવો તે અધ્યાત્મ તપ છે. તપ એટલે-સ્વરૂપની સ્થિરતારૂપ તરંગ વગરનું (નિર્વિકલ્પ) ચૈતન્યનું પ્રતપન (દેદીપ્યમાન થવું) તે તપ છે. પ્રસિદ્ધ શુદ્ધકારણપરમાત્મા તત્ત્વમાં સદા અંતરમુખપણે જે પ્રતપન (અર્થાત્ લીનતા) તે તપ છે. વીતરાગ સ્વરૂપના લક્ષ વડે અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય છે તે નિશ્ચય તપ
છે. આમાં અનંતો પુરુષાર્થ છે. (૪) મોક્ષઃ પર્યાયમાં આત્મસ્વરૂપની શુદ્ધતા પ્રગટ કરવી તે મોક્ષ. આમાં પુરુષાર્થની
સિદ્ધિ છે. ભગવાન આત્મા સહજ આત્મસ્વરૂપ છે. તેની પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થવી તેનું નામ મોક્ષ છે. 'अकाग्रचिंता निरोधो ध्यानमान्तर्मुहर्तात्' એકાગ્રનો અર્થ મુખ્ય, સહારો, અવલંબન, આશ્રય પ્રધાન અથવા સન્મુખ થાય છે. વૃત્તિને અન્યૂક્રિયાથી ખેંચીને એક જ વિષયમાં રોકવી તે એકાગ્ર ચિંતા નિરોધ છે અને તે જ ધ્યાન છે. જે જ્ઞાન ચળાચળતા રહિત અચળ પ્રકાશવાળું અથવા દેદિપ્યમાન થાય છે તે ધ્યાન છે. ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાન મોક્ષના કારણ છે. પોતાના શુદ્ધ સ્વભાવમાં એકાગ્રતા તે નિશ્ચય ધર્મધ્યાન છે. સમ્યગ્દષ્ટિ પુરુષાર્થનું જેવું સ્વરૂપ છે તેવું જાણે છે ને માને છે. સમ્યગ્દષ્ટિ જીવ આ રીતે ચારેય પુરુષાર્થને અંતરમાં આત્મામાં જુએ છે. બહારમાં કોઈ પુરુષાર્થને જોતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org