________________
988 જેન સનાતન વીતરાગ દર્શન @
- (૪) પુરુષાર્થ (૧) ધર્મ (૨) અર્થ (૩) કામ (૪) મોક્ષ એ પુરુષાર્થના ચાર અંગ છે. (૧) ધર્મ ‘વસ્તુ સુહાયો થો’ વસ્તુના સ્વભાવને જ ધર્મ કહે છે. વસ્તુના સ્વભાવને
યથાર્થ જાણવું તે ધર્મ છે. આમાં પુરુષાર્થની સિદ્ધિ છે. જૈનદર્શન એ વસ્તુદર્શન છે. આ લોકમાં કેવળી ભગવંતોએ જેવું છ દ્રવ્યનું સ્વરૂપ જાણ્યું અને બતાવ્યું છે તે ધર્મ છે.
ધર્મનું સાધન શું? ધર્મનું સાધન વસ્તુનો સ્વભાવ છે. વસ્તુના સ્વભાવમાં કરણ' નામનો ગુણ છે. દુઃખની દશાના ભાવ અને આનંદ સ્વરૂપ ભગવાન આત્મા – એ બેને જુદા કરવા હોય તો કર્તા પણ આત્મા છે અને સાધન એ પણ આત્મા છે. વર્તમાન જ્ઞાનની પર્યાય (ભગવતી પ્રજ્ઞા) – જ્ઞાનસ્વરૂપ બુદ્ધિ-શુદ્ધ આત્મસ્વરૂપમાં અંતર-એકાગ્ર થયેલી જ્ઞાનની દશા-અંતર્મુખ થયેલી જ્ઞાનની પર્યાય જ કર્તા અને એ જ સાધન છે. રાગ અને જ્ઞાનને ભિન્ન કરવાની કળા-ભેદજ્ઞાન કળા – એ એક જ ધર્મ પામવાની કળા છે. ભેદજ્ઞાન કરવું એનું નામ ધર્મ છે. આવા સાધનવડે વસ્તુના સ્વભાવની સાધના કરવાથી ધર્મ થાય છે. ભગવાન આત્માના સ્વભાવમાં જ્ઞાન-શ્રદ્ધા-વીર્ય-આનંદ છે તેને સાધવા તે ધર્મ છે. ત્રણે કાળ પરમાર્થનો આ એક જ માર્ગ છે. ધ્રુવને ધ્યાનમાં લેતા - અર્થાત્ જ્ઞાનને (ઉપયોગને) એક ધ્રુવમાં-શુદ્ધ ચેતન્યમાં એકાગ્ર કરી રાખતાં રાગ અને આત્મા બે ભિન્ન પડી જાય છે. અને તત્કાળ એટલે સ્વાનુભવના તે જ સમયે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે ત્યારે જાણવું કે રાગ અને આત્મા ભિન્ન પડી ગયા. આનું
નામ સમ્યગ્દર્શન અને આનું નામ ધર્મ છે. (૨) અર્થ : અર્થ એટલે દ્રવ્ય-ગુણ-પર્યાય. છ દ્રવ્યોને ભિન્ન-ભિન્ન જાણવા
તે પુરુષાર્થની સાધના છે. છ દ્રવ્યો - દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક છે. તે બધા ભિન્ન-ભિન્ન એટલે સ્વતંત્ર છે.
દરેક વસ્તુ દ્રવ્ય-ગુણ-પર્યાયથી સ્વતંત્ર છે; એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ કરી શકે નહિ, પરિણમાવી શકે નહિ, પ્રેરણા કરી શકે નહિ, અસર-મદદ કે ઉપકાર કરી શકે નહિ, લાભ-નુકસાન કરી શકે નહિ, મારી-જીવાડી શકે નહિ, સુખ-દુઃખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org