________________
* ક જેને સનાતન વીતરાગ દર્શન . (૪) ધ્રુવ જ્ઞાનસ્વભાવી આત્મા સદા એવો ને એવો ને એવો શક્તિપણે પરિપૂર્ણ બિરાજમાન છે. તે જ આશ્રયભૂત અને શરણભૂત થઈ શકે તેવો છે. તેનો મહિમા કરી, તેની સન્મુખ થઈ તેનું અવલંબન કરો. તેના અવલંબને જ ધર્મ થાય છે. તેના અવલંબને જ મોક્ષની પર્યાય પ્રગટે છે. તેના અવલંબને જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. તે એકજ શરણભૂત છે.
(૨) ભેદજ્ઞાનની પરાકાષ્ટા પ્રશ્નઃ “હું જ્ઞાયક જ છું એમ પરથી જુદા પડવાનું છે? સમાધાનઃ (૧) તેના વિચારની વિધિમાં ગમે તે આવે, પણ તેને ગ્રહણ એક જ્ઞાયકને જ કરવાનો છે. (૨) વિચાર-વિધિમાં ક્રમ પડે કેઃ શેય તે હું નથી, આ રાગ તે હું નથી, આ જ્ઞાન
દર્શન-ચારિત્રના ભેદ તે હું નથી. હું એક જ્ઞાયકભાવ જ છું - “જ્ઞાન આનંદ
સ્વરૂપ ભગવાન આત્મા છું જ્ઞાન છે તે જ્ઞાનરૂપે જ પરિણમે. પરરૂપે એટલે રાગરૂપે નથી પરિણમતું તથા ગુણગુણીના ભેદ પણ પડે-આમ વિચારની વિધિમાં ક્રમ પડે, પણ ગ્રહણ તો એક
જ્ઞાયકને જ કરવાનો છે. (૪) કોઈને દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચાર આવે, કોઈને ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યના વિચાર
આવે, ગમે તે રીતે, ગમે તે શબ્દમાં વિચાર આવે, કોઈને જ્ઞાતા-જ્ઞાન-શેય એમ
ભેદ પાડીને વિચાર આવે, પણ ગ્રહણ એકને કરવાનો છે. (૫) જ્ઞાયકને શેયથી જુદો પાડવો, વિભાવથી જુદો પાડવો, ગુણ-ભેદથી, પર્યાય-ભેદથી
પણ જુદો પાડવો; કેમકે વાસ્તવિક દ્રવ્યમાં ગુણ-ભેદ કે પર્યાય-ભેદ નથી. મૂળ
વસ્તુમાં ભેદ નથી. દષ્ટિનો વિષય તો અભેદ દ્રવ્ય છે. ગ્રહણ એકને કરવાનો છે. (૬) વિચાર-વિધિમાં એવી રીતે આગળ-આગળ ક્રમ પડે છે, કે પહેલાં સ્થૂળ થતો
થતો સૂક્ષ્મ સૂક્ષ્મ થતો જાય છે. (૭) (અ) પ્રથમ શેયથી જુદો પડયો તે સ્થળ જુદો પડ્યો.
(બ) પછી રાગથી જુદો પડ્યો તે જરા તેનાથી આગળ ચાલ્યો. (ક) ત્યાર પછી ગુણ-ભેદ, પર્યાયભેદથી જુદો પડયો તે ઉપયોગ સૂક્ષ્મ થયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org