________________
6 18 20 જૈન સનાતન વીતરાગ દર્શન ---- -
(૬) જ્ઞાનસ્વભાવ (વિશેષ વાત) જ્ઞાનનું સામર્થ્ય જ્ઞાનની વર્તમાન પર્યાયનું સામર્થ્ય સ્વને જાણવાનું છે.
આબાળ-ગોપાળ સૌને સદાકાળ અખંડ પ્રતિભાસમય ત્રિકાળી સ્વ જણાય છે, પણ તેની દૃષ્ટિ પરમાં પડી હોવાથી ત્યાં એકત્ત્વ કરતો થકો, “જાણનાર જ જણાય છે' તેમ નહીં માનતાં રાગાદિ પર જણાય છે એમ અજ્ઞાની પર સાથે એકત્ત્વપૂર્વક જાણતોમાનતો હોવાથી તેની વર્તમાન અવસ્થામાં અખંડનો પ્રતિભાસ થતો નથી.
જ્ઞાની તો “આ જાણનાર જણાય છે તે હું જ છું એમ જાણનાર જ્ઞાયકને એકત્ત્વપૂર્વક જાણતો-માનતો હોવાથી તેની વર્તમાન અવસ્થામાં અખંડનો સમ્યક પ્રતિભાસ થાય છે.
‘વિકલ્પાત્મક નિર્ણયની વાત ચાલતાં.... ચાલતાં.” આવા નિર્ણયમાં વિકલ્પ સહિત હોવા છતાં, મિથ્યાત્વનો રસ મંદ પડે છે, અભાવ તો નિર્વિકલ્પ થતાં થાય છે.
દર્શન મોહ મંદ કર્યા વિના વસ્તુ સ્વભાવ ખ્યાલમાં નહિ આવે અને દર્શનમોહનો અભાવ કર્યા વિના આત્મા અનુભવમાં આવે એવો નથી.
વસ્તુમાં શેય, જ્ઞાન અને જ્ઞાતા એવા ભેદ નથી. જીવ પોતે જ શેય, પોતે જ જ્ઞાન અને પોતે જ જ્ઞાતા છે. દૃષ્ટિમાં ત્રણ ભેદ જ નથી. એવો અભેદ દ્રવ્ય જ દૃષ્ટિનો વિષય છે.
(૭) જ્ઞાનસ્વભાવનું સામર્થ્ય આત્માના જ્ઞાનમાં અચિંત્ય તાકાત છે, જગતના બધા દ્રવ્યો, તેના અનંતગુણો, તેની ત્રણ કાળની પર્યાયો, તેના અનંત અવિભાગ પ્રતિચ્છેદો, એ બધાને સ્પષ્ટપણે જાણવાની જ્ઞાનોપયોગની તાકાત છે.
જગતમાં અનંત જીવો, એના કરતાં અનંતાનંતગુણા પુદ્ગલો, એના કરતાં અનંતગુણા ત્રણ કાળના સમયો, એના કરતાં અનંતગુણા આકાશના પ્રદેશો, આકાશ કરતાંય અનંતગુણા ધર્માસ્તિ-અધર્માસ્તિકાયના અગુરુલઘુ ગુણના અવિભાગ પ્રતિચ્છેદો, તેના કરતાં અનંતગુણા એક સૂક્ષ્મ લબ્ધિ અપર્યાપ્ત નિગોદ જીવના નાનામાં નાના (લધ્યક્ષર રૂ૫) જ્ઞાનના ઉઘાડના અવિભાગ પ્રતિચ્છેદ અંશો, અને તેના કરતાં ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org