________________
(૭)
482838 28284 જૈન સનાતન વીતરાગ દર્શન 8 8 8 8 8 “કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન, કહિયે કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.'' (આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૧૩) “વસ્તુ વિચારત ધ્યાવતે, મન પામે વિશ્રામ; રસ સ્વાદન સુખ ઉપજે, અનુભવ યાકો નામ.’’ ઊપજે માટે વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.”
66
(૮)
(૯)
(૫) જ્ઞાનસ્વભાવ
આત્મા જ્ઞાનસ્વરૂપ છે, એની કેવળજ્ઞાન આદિ પાંચ પર્યાયો છે. કેવળજ્ઞાન પોતાના ગુણના વ્યવસ્થિત કાર્યને જાણે છે, તેમ મતિજ્ઞાન પણ પોતાના ગુણના વ્યવસ્થિત કાર્યને જાણે છે, પરના કાર્યને પણ વ્યવસ્થિત જાણે છે. તેવી જ રીતે શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન પણ પોતાના ગુણના વ્યવસ્થિત કાર્યને જાણે છે અને પરના કાર્યને પણ વ્યવસ્થિત જાણે છે. વ્યવસ્થિત જાણવું એ જ એનો સ્વભાવ છે. આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ છે એટલે એની પર્યાય, ગુણ અને દ્રવ્ય બસ જાણનાર જ છે, ફેરફાર કરનાર નથી. પોતામાં પણ કાંઈ ફેરફાર કરવો નથી. જેમ વ્યવસ્થિત કાર્ય થાય છે તેમ જાણે છે. આહાહા! જુઓ તો ખરા ! વસ્તુ જ આમ છે.
અરે ભાઈ ! તું વિચાર તો કર કે તું કોણ છો? તું જ્ઞાનસ્વરૂપ છો. જે થાય તેને જાણ ! તું કરનાર નહિ, જાણનાર છો. ક્રમબદ્ધની વાત વિચારે તો બધાં ઝઘડા મટી જાય. પોતે પરદ્રવ્યનો કર્તા તો નથી, રાગનો કર્તા તો નથી, નિર્મળ પર્યાયનો પણ કર્તા નથી, અકર્તા સ્વરૂપ છો. જ્ઞાતાસ્વભાવ તરફ ઢળી જવું તેમાં જ અંકર્તાપણાનો મહાન પુરુષાર્થ છે. ખરેખર તો પર્યાયને દ્રવ્ય તરફ વાળવી આ એક જ વસ્તુ છે, એ ખરેખર જૈનદર્શન છે. આહાહા ! જૈનદર્શન આકરું બહુ ! પણ અપૂર્વ છે અને તેનું ફળ મહાન છે. સિદ્ધગતિ-પરમ અનંતકાળ સુખ એનું ફળ છે. અકર્તા છે કેમકે પર્યાય ષટ્કારક થી સ્વતંત્ર પરિણમે છે. એમાં ભાવ નામની એક શક્તિ છે, તેના કારણે પર્યાય થાય જ છે, કરું તો થાય એમ નથી. આહાહા! ભાઈ ! માર્ગ આકરો છો, અચિંત્ય છે, અગમ્ય છે, અગમ્યને ગમ્ય કરાવે એવો અપૂર્વ માર્ગ છે. પર્યાય ક્રમસર થાય છે, દ્રવ્ય-ગુણ પણ એના કર્તા નહિ એમ કહીને એકલી સર્વજ્ઞતા સિદ્ધ કરી છે. અકર્તાપણું એટલે જ્ઞાતાપણું સિદ્ધ કર્યુ છે.
Jain Education International
-
૮૯
For Personal & Private Use Only
www.jainelibrary.org