________________
8 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન
: વિકલ્પ હોવા છતાં તે જ વખતે આત્મ સ્વભાવના મહિમાનું લક્ષ પણ કામ કરે છે. તે લક્ષના જોરે જ તે જીવ આત્મા તરફ આગળ વધે છે; કાંઈ વિકલ્પના જોરથી આગળ નથી વધતો.
ધારાવાહી અભિપ્રાયના પુરુષાર્થથી રાગ તરફનું જોર તૂટવા માંડે છે અને સ્વભાવ તરફનું જોર વધવા માંડે છે; ત્યાં સવિકલ્પ દશા હોવા છતાં (વર્તમાન શ્રદ્ધાગુણની પર્યાયમાં મિથ્યાત્વ, ચારિત્રગુણની પર્યાયમાં રાગ-દ્વેષ હોવા છતાં; ત્યાં એકલો રાગ જ કામ નથી કરતો પરંતુ રાગના અવલંબન વગરનો સ્વભાવ તરફના જોરવાળો એક ભાવ ત્યાં કામ કરે છે. પર્યાયે પર્યાયે - જ્ઞાનની પર્યાય શુદ્ધ થતી જાય છે. અને એવા સ્વભાવ તરફના લક્ષવાળા ભાવનો જોર આગળ વધતો વધતો પુરુષાર્થનો કોઈ અપૂર્વ કડાકો કરીને નિર્વિકલ્પ આનંદના વેદન સહિત તે જીવ આત્માની અનુભૂતિ કરતો સમ્યગ્દર્શન પામી જાય છે. - જ્ઞાન તો તેને જ કહેવાય જેમાં વેદન હોય (સ્વસંવેદન) ત્રિકાળને જે જાણે તે જ્ઞાન.
જેવો સ્વભાવ શુદ્ધ છે, વીતરાગ છે, તે રૂપે પર્યાય એક સમય માટે પરિણમી જાય છે. આ છે સ્વાનુભૂતિ.
(૪) આત્માનુભૂતિ જ આત્મધર્મ છે (૧) ધર્મની શરૂઆત આત્માનુભૂતિથી જ થાય છે. તે વખતના ધ્યાનને “ધર્મ દયાન”
કહેવામાં આવે છે. (૨) ધર્મની પૂર્ણતા પણ આત્માનુભૂતિની પૂર્ણતામાં છે. તે કેવળજ્ઞાન થતાં સાધનાની
પૂર્ણતા થાય છે. તે વખતના ધ્યાનને “શુકલ ધ્યાન” કહેવામાં આવે છે. (૩) આત્માનુભૂતિ જ આત્મધર્મ – આત્મધ્યાન છે. (૪) આત્માનુભૂતિ એ જ જૈનશાસન છે. (૫) જ્યાં ઉપયોગ પોતાના સ્વભાવમાં છે, જ્ઞાનની પર્યાય પોતે પોતાને જાણવામાં
લીન છે તે અનુભૂતિની દશા છે અને તેટલો સમય સુખનું વેદન છે. ઉપયોગની એકાગ્રતાની ધારા બે ઘડી સ્વભાવમાં લીન રહી જાય તે સાધનાની પૂર્ણતા છે. તે સંપૂર્ણ ધ્યાનની જ દશા છે. પછી ઉપયોગ કોઈ દિવસ બહાર નથી આવતો. અનંતકાળ સુધી સુખનું વદન ચાલુ રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org