________________
પર્યાયનો વિવેક કરે નહી એને સમ્યકત્ત્વ હોઇન શકે. કદાચિત જ્ઞાનના ઉધાડવડે દ્રવ્યગુણ-પર્યાયનું સ્વરૂપ (વિકલ્પ જ્ઞાન વડે જાણે), તો પણ તેટલા માત્રથી જીવનું સાચું પ્રયોજન સિધ્ધ થતું નથી. કેમકે વસ્તુ સ્વરૂપમાં એક જ્ઞાન ગુણ જ નથી પરંતુ શ્રધ્ધા, વીર્ય, સુખ વગેરે અનંત ગુણો છે અને જ્યારે બધાય ગુણો અંશે સ્વભાવરૂપ કાર્ય આપે ત્યારે જ જીવનું સમ્યગ્દર્શનરૂપી પ્રયોજન સિદ્ધ થાય છે. જ્ઞાન ગુણે વિકલ્પ વડે આત્માને જાણવાનું કાર્ય ક્યું પરંતુ ત્યારે શ્રધ્ધાળુણ તો મિથ્યાત્વરૂપ કાર્ય કરી રહ્યો છે, આનંદગુણ તો આકૂળતાનું વેદન આપી રહ્યો છે. આ બધું ભૂલી જઈને માત્ર જ્ઞાનથી જ સંતોષ માની લે તો એમ માનનાર જીવ આખા આત્મદ્રવ્યને માત્ર જ્ઞાનના એક વિકલ્પમાં જ વેચી દે છે. પૂર્ણ આત્મસ્વભાવ એક જ સમયે સર્વાગ પરિણમી રહ્યો છે. બધા જ ગુણોનું પરિણમન એ સમ્યકત્વ છે. ફક્ત દ્રવ્યથી સંતોષ માની લેવો. કેમકે મહિમાવંતપણું દ્રવ્ય-ગુણથી નથી પરંતુ (વેદન
અપેક્ષાએ તો) નિર્મળ પર્યાયથી જ મહિમાવંતપણું છે. દ્રવ્ય-ગુણ તો સિધ્ધને અને નિગોદને બંનેને છે, જો દ્રવ્યગુણથી જ મહિમાવંતપણું હોય તો નિગોદપણું પણ મહિમાવંતપણું કેમ ન કરે? પરંતુ નાના, મહિમાવંતપણું તો નિર્મળપયયથી છે. પર્યાયની શુધ્ધતા જ ભોગવવામાં કામ આવે છે. કાંઇદ્રવ્ય-ગુણની શુધ્ધતા ભોગવવામાં કામ આવતી નથી. (કેમકે તે તો અપ્રગટરૂપ છે, શકિતરૂપ છે.) માટે પોતાની વર્તમાન પર્યાયમાં સંતોષાઈ ન જતાં, પર્યાયિની શુધ્ધતા પ્રગટવા માટે પવિત્ર સમ્યફદષ્ટિ પ્રાપ્ત કરવાનો અભ્યાસ કરવો. અરેરે ! પરિણામોમાં અનેક પ્રકારના ઝંઝાવાત થતા હોય, પરિણતિનું સહજપણે આનંદમયપણું હોવાને બદલે એકલી કૃત્રિમતા અને ભવ્ય-શંકામાં ઝોક થતા હોય, એક એક ક્ષણેક્ષણની પરિણતિ વિકારના ભાર નીચે દટાયેલી જ હોય, કદાપિ શાંતિઆત્મસંતોષનો લવલેશ પણ અંતરમાં વર્તતો ન હોય છતાં પોતાને સમ્યગ્દર્શન માની
લેવું એ તો કેટલી હદનોં દંભ ! કેટલી અજ્ઞાનતા અને સ્વઆત્માની કેટલી છેતરપિંડી! (૮) અહા! કેવળી પરમાત્માનું આત્મ પરિણમન સહજપણે કેવળજ્ઞાનમય પરમ સુખદશા
પણે જ પરિણમી રહ્યું છે, એ સહજપણે પરિણમતા કેવળજ્ઞાનનું મૂળ કારણ સમ્યકત્ત્વ જ છે. તો પછી તે સમ્યક્સહિત જીવનું પરિણમન કેટલું સહજ હશે! નિરંતર તેની આત્મ જાગૃતિ કેવી વર્તતી હશે!
જે અલ્પકાળે કેવળજ્ઞાન જેવી પરમ સહજ દશાની પ્રાપ્તિ કરાવે એવું આ કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શન, તેને કલ્પના વડે કલ્પી લેવું એમાં તો અનંત કેવળીઓનો અને જ્ઞાનીઓનો કેટલો બધો અનાદાર છે? એ તો પોતાના આત્માની પરમ પવિત્ર દશાઓનો જ અનાદાર છે ને!
હા
-
DEST
TENSTEE
અer૭૧ઠાક.ના વન -