________________
(૨)
(૨૦) પુનિત સમ્યગ્દર્શના (૧) હે જીવો ! જો તમે આત્મકલ્યાણને ચાહતા હો તો સ્વતઃ શુધ્ધ અને સમસ્ત પ્રકારે
પરિપૂર્ણ આત્મસ્વભાવની રૂચિ અને વિશ્વાસ કરો, તેનું જ લક્ષ અને આશ્રય કરો. એ સિવાય બીજું જે કાંઇ છે તે સર્વની રૂચિ, લક્ષ અને આશ્રય છોડો. કેમ કે સુખ સ્વાધીન સ્વભાવમાં છે. પરદ્રવ્યો તમને સુખ કે દુઃખ કરવા સમર્થ નથી. તમે તમારા સ્વાધીન સ્વભાવનો આશ્રય છોડીને પોતાના દોષથી જ પરાશ્રય વડે અનાદિથી પોતાનું અમર્યાદિત અકલ્યાણ કરી રહ્યા છો. માટે હવે સર્વે પરદ્રવ્યોનું લક્ષ અને આશ્રય છોડીને સ્વદ્રવ્યનું જ્ઞાન, શ્રધ્ધાન તથા સ્થિરતા કરો. સ્વદ્રવ્યમાં બે પડખાં છે. એક તો ત્રિકાળ સ્વતઃ પરિપૂર્ણ નિરપેક્ષ સ્વભાવ છે અને બીજું ક્ષણિક વર્તમાન વર્તતી પર્યાય (હાલત) છે. પર્યાય પોતે અસ્થિર છે તેથી તેને લક્ષે પૂર્ણતાની પ્રતીતરૂપ સમ્યગ્દર્શન નહિ પ્રગટે પણ જે ત્રિકાળી સ્વભાવ છે તે સદા શુધ્ધ છે, પરિપૂર્ણ છે અને વર્તમાન તે પ્રકાશમાન છે તેથી તેના આશ્રયે, લકે પૂર્ણતાની પ્રતીત રૂપ સમ્યગ્દર્શન પ્રગટ થશે. એ સમ્યગ્દર્શન પોતે કલ્યાણરૂપ છે અને તે જ સર્વ કલ્યાણનું મૂળ છે. જ્ઞાનીઓ સમ્યગ્દર્શનને કલ્યાણની મૂર્તિ' કહે છે. માટે હે જીવ!
તમે સર્વ પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો અભ્યાસ કરો. (૩) સમ્યગ્દર્શન અભૂતપૂર્વ ચીજ છે. તે વિકલ્પ વડે પ્રાપ્ત થઈ જાય એવું મફતિયું નથી પરંતુ
પરમ પવિત્ર સ્વભાવની સાથે પૂરેપૂરો સંબંધ ધરાવનારૂં સમ્યગ્દર્શન વિકલ્પોથી પેલે પાર સહજ સ્વભાવના સ્વાનુભવપ્રત્યક્ષપણા વડે પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી સહજ સ્વભાવનું સ્વાનુભવપણું સ્વભાવની સાક્ષીએ ન આવે ત્યાં સુધી તેટલામાં સંતોષ ન માની લેતાં સમ્યગ્દર્શન પ્રાપ્તિના પરમ ઉપાયમાં નિરંતર જાગૃત રહેવું એ નિકટ ભવ્યાત્માઓનું કર્તવ્ય છે. જ્ઞાન, ચારિત્ર અને દર્શન એ ત્રણે ગુણોને ઉજ્જવળ કરનાર એવી એ સમકશ્રધ્ધાપ્રધાન આરાધના છે. બાકીની ત્રણ આરાધના એક સમ્યકત્ત્વના વિદ્યમાનપણામાં જ આરાધકભાવે પ્રવર્તે છે. એ પ્રકારે સમ્યકત્ત્વનો કોઈ અકથ્ય અને અપૂર્વ મહિમા જાણી તે પવિત્ર કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને, આ અનંત - અનંત દુઃખરૂપ એવા અનાદિ
સંસારની આત્યંતિક નિવૃત્તિ અર્થે હે ભવ્યો! તમે ભક્તિપૂર્વક અંગીકાર કરો. સમયેતે સમયે આરાધો. (૫) આત્મવસ્તુ એકલી દ્રવ્યરૂપ નથી. પરંતુ દ્રવ્ય-ગુણ-પર્યાય એ ત્રણ સ્વરૂપ છે. આત્મા અખંડ શુધ્ધ છે એમ તે સાંભળીને માને પરંતુ પર્યાયને સમજે નહિ, અશુધ્ધ અને શુધ્ધ
For persogo Private Use od
Jain Education International
www.ainalibar.com