________________
(૯) સમ્યકત્વદશાની પ્રતીતિમાં આખો આત્મા આવી જાય છે. તે સમ્યકત્ત્વદશા થતાં પોતાને
આત્મસાક્ષીએ સંતોષ આવે છે, નિરંતર આત્મજાગૃતિ વર્તે છે, ક્યાંય પણ તેની આત્મપરિણતિ ફસાતી નથી, એના ભાવોમાં કદિપણ આત્મા સિવાય અન્યત્ર ક્યાંય આત્મઅપીણતા આવી જતી નથી. આવી દશાનું ભાન પણ ન હોય ત્યાં સમ્યગ્દર્શન
હોય જ નહિ. (૧૦) ધમ જીવનો ધર્મ સ્વભાવના આશ્રયે ટકેલો છે. તેના સમ્યગ્દર્શનાદિ ધર્મને કોઇ પરનો
આશ્રય નથી. આમ હોવાથી ધર્મજીવને પૈસા-મકાન વગેરેનો સંયોગ ન હોય તેથી શું? અને ઘણા શાસ્ત્રોનું જ્ઞાન ન હોય તો તેથી શું? ધર્મી જીવને તે ન હોય તેથી કાંઈ તેના ધર્મને વાંધો આવતો નથી, કેમ કે ધર્મનો ધર્મ કોઇ પરના આશ્રયે, રાગના આશ્રયે કે શાસ્ત્રના જાણપણાના આશ્રયે ટકેલો નથી પણ પોતાના ત્રિકાળી સ્વભાવના જ આધારે ધર્મને ધર્મપ્રગટયો છે, તેના આધારે ટક્યો છે, ને તેના આધારે વૃધ્ધિગત
થઈને પૂર્ણતા થાય છે. (૧૧) વસ્તુ સ્વભાવ તે ધર્મ - આત્મા જ્ઞાનાનંદમૂર્તિ છે, તેનો સ્વભાવ જ્ઞાન-દર્શનમય ચેતના
છે, તે ચેતના શુધ્ધતારૂપે પરિણમે અર્થાત્ સ્વભાવની શ્રધ્ધા-જ્ઞાન-રમણતારૂપે પરિણમે તે ધર્મ છે.
આત્મા ત્રિકાળ શુધ્ધ ચેતના રૂપ વસ્તુ છે અને વિકાર ક્ષણિક છે એવા ભેદ જ્ઞાનપૂર્વક આત્મ સ્વભાવની પ્રતિત અને અનુભવ તે સમ્યગ્દર્શન છે અને તે જ વસ્તુ
સ્વભાવનું મૂળ છે. (૧૨) પોતાના શુધ્ધ સ્વભાવની શ્રધ્ધા, જ્ઞાન અને ચારિત્ર તે રત્નત્રયધર્મ છે. તેનું મૂળ પણ
સમગ્દર્શન છે. જેણે સમ્યગ્દર્શન વડે પરિપૂર્ણ આત્મ સ્વભાવને પ્રતિતમાં લીધો છે તે
અલ્પકાળે પૂર્ણતા પ્રગટ કરી મુક્તિ પામશે એ સમ્યગ્દર્શનનું માહાત્મ છે. (૧૩) “આત્મા ચૈતન્યસ્વભાવ વડે માત્ર જ્ઞાતા-દ્રષ્ટા છે, દેહાદિ પરદ્રવ્યોનો હું નિમિત્તપણે
પણ કર્યા નથી અને મારો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ વિકારનો પણ કર્યા નથી. બધા ભાવોથી જુદું રહીને જ્ઞાન બધાને જાણે છે'. આમ જેને ભેદ જ્ઞાન છે, તેના હૃદયમાં સમતરૂપી
જળનો પ્રવાહ નિરંતર વહે છે! (૧૪) હું આત્મા શિવરૂપ જ છું, મારો સ્વભાવ કદી વિકારી થયો નથી, અને પરદ્રવ્યો સાથે
મારે કાંઇ સંબંધ જ નથી'. આમ સ્વભાવ સાથેનો સંબંધ જોડીને પર સાથેનો સંબંધ
વિચ્છેદ કરીને અંતરદષ્ટિથી જુએ તો સમ્યગ્દર્શન થાય. (૧૫) જેને આત્માની પ્રતિત છે તેને પોતાની મુક્તિ માટે શંકા પડતી નથી. આત્મામાં પુરૂષાર્થનું
જ બળવાનપણું છે, કર્મનું બળવાનપણું કદી છે જ નહિ...
કાકા યાત્રાધાદાર