________________
(૨) દ્રવ્યનું કમબદ્ધ પરિણમન (૩) ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા અને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ
(૪) પાંચ સમવાય સ્વભાવ, નિયતિ, કાળલબ્ધિ, નિમિત્ત અને પુરૂષાર્થ (૩) હવે મોક્ષમાર્ગ અથવા સુખ પ્રાપ્ત કરવાની વિધિ સમજીએ.
(૧) “જો ઇચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરૂષાર્થ” (૨) “મત, દર્શન, આગ્રહ ત્યજી વર્તે સદ્ગુરૂ લક્ષ,
લહે શુદ્ધ સમકિત કે જેમાં ભેદ ન પક્ષ.” આ વાતનો સંક્ષિપ્તમાં ક્રમ આ પ્રમાણે છે. (૧) પાત્રતા મોક્ષમાર્ગમાં પ્રવેશ માટે અચુક પ્રકારની યોગ્યતા (૨) અભ્યાસ નિયમિત સત્સંગ, સ્વાધ્યાય, ચિંતન, મનન.. વગેરે (૩) યથાર્થ નિર્ણયઃ તત્ત્વનો (સ્વરૂપનો) યથાર્થ નિર્ણય...
હું જ્ઞાનઆનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું'. (૪) ભેદજ્ઞાન દરેક ઉદય પ્રસંગે ભેદજ્ઞાનનો અભ્યાસ... . (અ) આત્મા અને દેહાદિ સંયોગો ભિન્ન છે એ સ્થૂળ ભેદજ્ઞાન
(બ) જ્ઞાન અને રાગાદિ (વિકારી ભાવો) ભિન્ન છે એ સૂક્ષ્મ ભેદજ્ઞાન હંસર્વથા સર્વથી ભિન્ન છું' એવું સંયોગો અને વિકારી ભાવોથી ભિન્ન પોતાના સ્વભાવ સામર્થ્યનું માહા આવવું જોઈએ. પોતાના સ્વભાવના સામર્થ્યનો મહિમાં આવતા વર્તમાન જ્ઞાનની પર્યાય-સંયોગો તેમજ સંયોગીભાવોથી ભિન્ન પડી. ત્યાંથી લક્ષ હટાવી - સ્વભાવ તરફ દષ્ટિ કરતાં, ત્યાં એકસમય માટે એકાગ્ર થતા.જીવને અપૂર્વ સુખની અનુભૂતિ થાય છે અને મોક્ષ માર્ગની શરૂઆત થઈ જાય છે. સંપૂર્ણ સાધનાનું ધ્યેય સુખની પ્રાપ્તિ જ છે. આનો જ વિસ્તાર જુદા-જુદા શાસ્ત્રોમાં જોવામાં આવે છે. આ સંપૂર્ણ કાર્ય સહજ જ છે. (૪) આ વાતની દઢતા માટે વિશેષ અભ્યાસમાં નીચેની બાબતો ખાસ ધ્યાન રાખવા
જેવી છે. (૧) આત્માનુભૂતિ એ જ સુખ પ્રાપ્ત કરવાનો એક જ સાચો ઉપાય છે.
(૨) મોક્ષમાર્ગ અનાદિ-અનંત ત્રણ લોકમાં એક જ છે તેની પ્રરૂપણા નિશ્ચિય અને વ્યવહાર એમ બે પ્રકારે કરવામાં આવી છે.
For PersGal & Private Use Only
Jain Education International
www.iainelibrary.org