________________
આત્મજ્ઞાની ગુરૂદેવે એ જ વાતને કરૂણાથી રજૂ કરી છે, બધા ભૂલેલા ભગવાન છે, પોતે એ ભૂલી ગયા છે કે સ્વભાવથી બધા જ સ્વયં ભગવાન જ છે'. બધા જીવો ભગવાન આત્મા જ છે. સિધ્ધનું સ્વરૂપ અને જીવનું સ્વરૂપ એક જ સરખું છે. આ વાત સમજવા જેવી છે અને સમજવાથી પર્યાયમાં એ જ સ્વરૂપ પ્રગટ થાય છે એની વાત છે.
હવે ભાવોની અપેક્ષાથી એ જ વાતનો જ વિચાર કરવામાં આવે તો જુદા-જુદા ભાવો જે જણાય છે તેનાથી પણ સ્થિતિ સાગરના એક જળબિંદુના દષ્ટાંતથી સમજાવવામાં આવી
છે.
(૧) અશુભ ભાવ હિંસા, ચોરી, અસત્ય, પરિગ્રહ, અબહ્મચર્ય એ બધા જ આત્માની પર્યાયમાં થતા અશુભભાવ છે. જેનું ફળ તિર્યંચ અને નારકી ગતિ-જે દુઃખ ભોગવવાના સ્થાનો છે. દષ્ટાંતથી - પાણીના બિંદુને જે સહરાના રણની ગરમીમાં લઈ જવામાં આવે તો તરત જ બાષ્પીભવન થઇ પાણીના બિંદુનો નાશ થાય છે. એવી જ રીતે અશુભભાવોથી જીવના જ્ઞાનાનંદ સ્વભાવનો નાશ થાય છે.
(૨) શુભભાવઃ દયા, દાન, વ્રત, તપ, પૂજા, ભકિત આદિ ભાવો એ શુભભાવ છે. એના ફળરૂપે પુણ્ય પ્રકૃતિ બંધાય છે જેના ફળમાં સ્વગદિ ગતિ અને અનુકુળ સંયોગો પ્રાપ્ત થાય છે, થોડોક સમય માટે પાણીનું બિંદુ-એક ઝાકળના બિંદુ રૂપે પાંદડા પર પડે તો થોડોક સમય ચમકે છે પણ પ્રકાશ - તડકો આવતા તેનો નાશ થાય છે.
(૩) વિકલ્પાત્મક ચિંતન સત્સંગ, સ્વાધ્યાય, સ્વરૂપનો વિચાર, તત્ત્વનો અભ્યાસ, ચિંતન, મનન અને તત્ત્વનો યથાર્થ નિર્ણય આ પણ એક શુભભાવ જ છે - જેમ પાણીનું બિંદુ જો કાલુ નામની માછલીના મોઢામાં પડે તો મોતીબિંદુમાં તેનું રૂપાંતર થઈ જાય છે. આ
(૪) શુદ્ધભાવ સ્વરૂપની સાચી સમજણ થતા, જે નિર્વિકલ્પ દશા, આત્માનુભૂતિ, સ્વાનુભૂતિ, સુખાનુભૂતિ પ્રગટ થાય છે તે શુદ્ધભાવ છે. પાણીનું બિંદુ-સાગરનો સ્વીકાર કરી, સાગરને સમર્પિત થઇ જાય તો એ જ બિંદુને સાગર નામ પ્રાપ્ત થાય છે અને સાગરનું સામર્થ્ય એને પ્રાપ્ત થાય છે. - આ વસ્તુનો સાર સિધ્ધાંતો દ્વારા સમજાવવામાં આવ્યો છે. દરેક જીવની જેવી જેવી ઉપાદાનની યોગ્યતા (ત્રિકાળી ઉપાદાન-અને ક્ષણિક ઉપાદાનતત્ સમયની યોગ્યતા) એ જ પ્રમાણે દરેક જીવનું સ્વતંત્રપણે કમબદ્ધ પરિણમન થાય છે અને તે વખતે નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઇ કરતું નથી. આ સિધ્ધાંતોના આધાર પર ચાલતી સંપૂર્ણ વિશ્વ વ્યવસ્થા નિયમિત-નિયત-ન્યાયી-ભલી બતાડવામાં આવી છે. જેને વીતરાગવિજ્ઞાન પણ કહેવામાં આવે છે. આ સિધ્ધાંતો સમજવા જેવા છે.
(૧) દ્રવ્યની સંપૂર્ણ સ્વતંત્રતા (દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વતંત્રતા)
Jain Education International
For Personel & Private Use Only
einelibrery.org