________________
પ્રસ્તાવના
સાધનાનું પ્રયોજના (૧) સંપૂર્ણ સાધનાનું પ્રયોજન એક માત્ર-સુખની પ્રાપ્તિ-મોક્ષ-દુખમાંથી છુટકારો.
લોકમાં અનાદિ-અનંત જે વિશ્વ - વ્યવસ્થા અને વસ્તુ-વ્યવસ્થા ચાલી રહી છે. તે પૂર્ણ વસ્તુસ્વરૂપને યથાર્થ બતાવનાર દર્શન - જૈન દર્શન - જૈન ધર્મ એક માત્ર જ છે.
ધર્મનું સ્વરૂપ તીર્થકર ભગવંતો - સર્વજ્ઞ દ્વારા મુખ્ય ચાર રીતે સમજાવવામાં આવ્યું છે અને એ જ વાત આચાર્ય ભગવંતોએ પોતાના નિજ વૈભવથી - અનુભવથી પ્રમાણ કરીને શાસ્ત્રોમાં કહી છે.
(૧) વસ્તુના સ્વભાવને ધર્મ કહેવામાં આવે છે. (૨) સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહેવામાં આવ્યો છે.' (૩) ઉત્તમ સમાદિ - ધર્મના દશલક્ષણો બતાવીને ધર્મનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. (૪) અહિંસા પરમોધર્મ- એ રીતે અહિંસાની મુખ્યતાથી ધર્મ સમજાવવામાં આવ્યું છે. આ વસ્તુસ્વરૂપ પરમ-આગમોમાં ચાર અનુયોગ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.
(૧) દ્રવ્યાનુયોગ, (૨) કરણાનુયોગ, (૩) ચરણાનુયોગ, (૪) પ્રથમાનુયોગ આ બધા શાસ્ત્રોનું તાત્પર્ય “વીતરાગતા' છે.
આત્મા અનંતશકિતઓનો પિંડ - ચિદાનંદ ભગવાન - જેના દ્રવ્ય સ્વભાવમાં જે ' “વીતરાગતા” શક્તિરૂપે પડી છે તે પર્યાયમાં પ્રગટ (વ્યક્ત) કેમ થાય-અને જીવને સુખની પ્રાપ્તિ કેમ થાય એ વાત આચાર્ય ભગવંતોએ જુદા-જુદા શાસ્ત્રોમાં વિસ્તારથી કરી છે. ભવ્ય આત્માઓ એનું નિમિત્ત પામીને નિજ પુરૂષાર્થથી મોક્ષની પ્રાપ્તિ કરે છે. (૨) હવે વર્તમાનમાં ચાર ગતિમાં સંસાર પરિભ્રમણ કરતા જીવોની વસ્તુસ્થિતિ શું છે
અને દુઃખમાંથી છુટવાનો ઉપાય શું છે ? આ વાત વિચારવા જેવી છે.
આ સ્વરૂપના સમજણની વાત વર્તમાન ગૃહસ્થ અવસ્થામાં શરૂ થઈ શકે છે અને શરૂઆતથી જ એના ફળરૂપે સામાન્ય જીવનમાં આકુળતા-વ્યાકુળતા ઓછી કેમ થાય એ જ. સાધનાનું પ્રયોજન છે.
જીવની અનાદિની મૂળ ભૂલ છે - “સ્વરૂપની વિપરીત માનતા શ્રીમદ્ રાજચંદ્ર આ વાત આત્મસિધ્ધિ શાસ્ત્રની પ્રથમ જ લીટીમાં કરી છે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુખ અનંતજીવની આ સૌથી મોટી ભૂલ-મિબાવ-વિપરીત માન્યતા-એ મિથ્યાત્વને જૈનદર્શનમાં મોટામાં મોટું પાપ ગણવામાં આવ્યું છે જે પાપનું ફળ અનંત દુઃખ છે.
Ja=ાનાનાના