________________
नमः समयसाराय, स्वानुभूत्या चकासते ।
चित्स्वभावाय मावाय सर्वभावांतरच्छिदे ॥ ભાવાર્થ સમયસાર-શુદ્ધ આત્મા સર્વ પદાર્થોમાં સારરૂપ છે, એવા પરમાર્થ સ્વરૂપ શુદ્ધઆત્માને નમસ્કાર હો! શુદ્ધ સ્વરૂપને ઓળખીને ભાવથી નમીને, અંતર સ્વરૂપમાં ઢળીને, શુદ્ધ નિર્મળ સ્વરૂપનો આદર કરું છું. પોતાના જ સ્વાનુભવથી પ્રગટે છે. પરથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો સ્વાધીન અનુભૂતિરૂપ શુદ્ધ નિર્મળ અવસ્થા, અંતર પરિણતિરૂપ જ્ઞાનક્રિયા વડે શુદ્ધ સ્વભાવ દશા પ્રગટે છે.
ચિસ્વભાવાય જ્ઞાનચેતના જેનો મુખ્ય ખાસગુણ છે તેથી પૂર્ણચૈતન્યસ્વભાવત્રિકાળી સ્વાધીનપણે છે.
ભાવાય : સત્રૂપ, હોવારૂપ અવિનાશી વસ્તુ જે “છે' તે પર નિમિત્ત,રહિત, પરના આધારરહિત, ત્રિકાળી સહજ સ્વભાવરૂપ સ્વાધીન પદાર્થ છે. શુદ્ધ સત્તાસ્વરૂપ શાસ્વત વસ્તુ છે. હું શુદ્ધ ચિદાનંદ ત્રિકાળી શાયક જ છું.
સર્વભાવાત્તરચ્છિદે પોતાને તથા સર્વ જીવ-અજીવ, સચરાચર વિશ્વમાં સ્થિત ત્રિકાળી સર્વવસ્તુને એકસાથે સર્વથા જાણવાનું એક એક જીવમાં સ્વાધીન સામર્થ્ય છે. એવો ચૈતન્યસ્વરૂપ સમયસાર આત્મા છે.
એવા સમયસારને માંગલિકમાં ભાવપૂર્વક નમસ્કાર કર્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org