________________
(૩) અખંડ આત્મસ્વભાવના અવલંબને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ પ્રગટ થાય છે.
(૪) ફક્ત જ્ઞાનથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન અને આનંદ એક સાથે જ હોય છે અને શાન સહિતનું વૈરાગ્ય કાર્યકારી છે.
(૫) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની વ્યાખ્યા અભ્યાસ કરવા જેવી છે. સમ્યગ્દર્શન તો જીવાદિ પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે શાનનું પરિણમવું તે છે. જીવાદિ પદાર્થોના શાન સ્વભાવે જ્ઞાનનું પરિણમવું તે સમજ્ઞાન છે અને રાગાદિના ત્યાગસ્વભાવે જ્ઞાનનું પરિણમવું તે સમક્યારિત્ર છે. બધી વીતરાગી પર્યાય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું પરિણમન જ છે. માટે જ્ઞાન જ પરમાર્થ મોક્ષકારણ છે. '
(૬) વીતરાગી-નિર્વિકલ્પ દશા-આત્માનુભૂતિ એ નિશ્ચિયમોક્ષમાર્ગ છે અને તે વખતે જે રાગ-વિકલ્પ સાધકદશામાં છે તે મોક્ષમાર્ગ નથી પણ સહચારી દેખીને તેને ઉપચારથી વ્યવહાર મોક્ષમાર્ગ કહેવામાં આવે છે.
(૭) જ્ઞાની એક સ્વભાવનું જ સાધન સાધે છે. બીજું ખરેખર સાધન નથી. નિશ્ચય મોક્ષમાર્ગ એક જ છે એમ જ્ઞાની માને છે અને ઉપદેશે છે. શુભરાગ મોક્ષમાર્ગ નથી. પરંતુ નિશ્ચય અને વ્યવહાર સાધકદશામાં સાથે જ હોય છે એવી નિશ્ચય-વ્યવહારની સંધિ છે.
(૮) નિશ્ચયનો પક્ષ બંધાણી તે પુરૂષને ભલે હજી અનુભવ નથી. તો પણ એનું જોર ચૈતન્યસ્વભાવ તરફ વળી રહ્યું છે. આ મારો આત્મસ્વભાવ નિશ્ચયથી જ પરમાત્મા છે એવા લક્ષવાળાને પર્યાયમાં પરમાત્મા પ્રગટ થાય છે.
(૯) સંપૂર્ણ સાધના ધ્યાનની જ છે. એક સમયના ધર્મધ્યાનથી શરૂઆત થઈ બે ઘડીની શુકલધ્યાનમાં સાધના પૂર્ણ થાય છે. સંપૂર્ણ ધ્યાનનો જ વિષય છે. | (૧૦)આવા અલૌકિક માર્ગમાં છેવટ સુધી સાચા-દેવ-ગુરૂ-શાસ્ત્ર જ નિમિત્ત છે.
આવી સંપૂર્ણ સુખ પ્રાપ્ત કરવાની વિધિ સંક્ષિપ્તમાં-મુમુક્ષુ જીવોને માટે રજૂ કરવામાં આવી છે. (૫) સંપૂર્ણ જૈનદર્શનનો સાર
(૧) સાધનાનું પ્રયોજન શું છે? સુખની પ્રાપ્તિ-મોક્ષ-ચાર ગતિના પરિભ્રમણમાંથીદુઃખમાંથી છુટકારો.
(૨) આત્માનુભૂતિ - સુખાનુભૂતિ - એ જ સુખ પ્રાપ્ત કરવાનો એક સાચો ઉપાય છે. સુખ - મોક્ષ પ્રાપ્ત કરવાની વિધિ એક જ છે. પંચમ ગતિ - સિધ્ધ ગતિની વાત જૈન શાસન સિવાય બીજે ક્યાંય નથી. જેવું આત્માનું શુદ્ધ - પૂર્ણ વિતરાગ - સુખ સ્વરૂપ છે તેવું જ પર્યાયમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org