________________
(૧૨) તું ભગવાન સ્વરૂપ છો, તારી શક્તિમાં બીજાની જરૂર નથી. તને જાણવામાં કે પરને
જાણવામાં પરની જરૂર નથી, પણ તેને પોતાને જાણવામાં તારી શક્તિની જરૂર છે. (૧૩) હું પોતાના સ્વરૂપને વેધકરૂપે જાણું છું હું મારા સ્વરૂપને વેધવેદકરૂપે અર્થાત્ જે
જાણવા લાયક છે તે જ જાણવાવાળો છે એમ જાણું છું. તેથી મારું નામ જ્ઞાન છે.' શેયને જાણું છું માટે હું જ્ઞાન છું એમ નથી.
પોતા વડે જણાવા યોગ્ય છું તેથી મારું નામ શેય” હું મારા દ્વારા જણાવાયોગ્ય છું પણ પર દ્વારા જણાવા યોગ્ય છું એમ નથી.
એવી બે શક્તિથી માંડીને અનંતશકિતરૂપ છું તેથી મારું નામ જ્ઞાતા છે. આમ જ્ઞાન પણ હું, શેય પણ હું ને જ્ઞાતા પણ હું છું. ત્રણેય મારી વસ્તુમાં એકરૂપે છે. (૧૪) “નામ ભેદ છે, વસ્તુ ભેદ નથી” અર્થાત પોતાનું શેય કોઈ જુદી ચીજ છે, જ્ઞાન જુદી
ચીજ છે ને જ્ઞાતા જુદી ચીજ છે એમ નથી પણ તેને તે શેય છે, તે જ જ્ઞાન છે અને તે જ જ્ઞાતા છે. આ તો વસ્તુની સ્વતંત્રતાની પરિપૂર્ણતાની પરાકાષ્ટા છે.
પોતે શેય, પોતે જ જ્ઞાન ને પોતે જ જ્ઞાતા - આવા ત્રણ ભેદ, વચનભેદ થી છે પણ વસ્તુ તો જે છે તે જ છે એટલે કે શેય પણ હું, જ્ઞાન પણ હું અને જ્ઞાતા પણ હુંઆ ત્રણેય મળીને એક જ વસ્તુ છું, પણ ત્રણ વસ્તુ નથી. સ્વ વસ્તુમાં પર વસ્તુ તો
નથી, પરંતુ વસ્તુમાં ત્રણ ભેદ પણ નથી. (૧૫) પર શેય છે ને હું જ્ઞાયક છું - એ તો વસ્તુમાં છે જ નહીં, પણ વસ્તુમાં ત્રણ ભેદ છે તે " પણ નામભેદ છે, દ્રષ્ટિના વિષયમાં એ ત્રણ ભેદ જ નથી. આ જ વસ્તુસ્થિતિ છે. (૧૬) હું જે શેય, જ્ઞાનને જ્ઞાતા છું અર્થાત જીવ જ શેયરૂપ છે, જીવ જ જ્ઞાયક છે અને જીવ
જ જ્ઞાતા છે એવો જે વચનભેદ છે, તેમાંથી ભેદને પામું છું એટલે કે એ તો કલ્લોલ છે, વચનના ભેદ છે પણ વસ્તુમાં ભેદ નથી, “ભાવાર્થ આમ છે કે-વચનનો ભેદ છે વસ્તુનો ભેદ નથી, હું શેય, હું જ્ઞાન અને હું જ્ઞાતા-એ વચનભેદ છે, વ્યવહારનું કથનમાત્ર છે, વસ્તુ તો વસ્તુ જ છે.
Jain Education International
For Pelua & Private Use Only
www.jainelibrary.org