________________
(૧૯) વિશેષ તત્વબોધ (૧) ક્રમબધ્ધ પર્યાયઃ (૧) સિધ્ધાંત જે દ્રવ્યનું, જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે, જે નિમિત્તથી સર્વજ્ઞ પ્રભુએ
એમના જ્ઞાનમાં જે પ્રમાણે જાણ્યું છે તે દ્રવ્યનું, તે ક્ષેત્રે, તે કાળે, તે ભાવે, તે જ નિમિત્તથી, તે જ પ્રમાણે પરિણમન થાય, તેમાં નરેન્દ્ર, દેવેન્દ્ર કે જિનેન્દ્ર કોઈપણ
કાંઈ કરી શકે નહિ. (૨) આ સિધ્ધાંતનો આશય એ છે કે આ પરિણમનશીલ જગતની પરિણમન વ્યવસ્થા
‘કમ નિયમિત” છે. જગતમાં જે કાંઈ પરિણમન નિરંતર થઈ રહ્યું છે તે સર્વ એક
નિશ્ચિત ક્રમમાં વ્યવસ્થિતરૂપે થઈ રહ્યું છે. સંપૂર્ણ વ્યવસ્થા વ્યવસ્થિત છે. (૩) પ્રત્યેક દ્રવ્યની પરિણમન વ્યવસ્થા માત્ર વ્યવસ્થિત જ નહિ, સંપૂર્ણ સ્વાધીન પણ
છે. અન્ય દ્રવ્યને આધીન નથી. સંપૂર્ણ કમબધ્ધ છે. આ નિર્ણયમાં એકાંતવાદ અથવા નિયતવાદ નથી, સર્વજ્ઞની પ્રતીતિપૂર્વક સાચું અનેકાન્તવાદ અને જ્ઞાન સ્વભાવની ભાવના તથા જ્ઞાન અને શ્રધ્ધાનો અનંત પુરુષાર્થ
સમાયેલો છે. (૫) કમબધ્ધ પર્યાયનો મુખ્ય હેતુ જીવની કર્તુત્વબુધ્ધિ કઢાવી નાખી જ્ઞાતાપણું સ્થાપીત
કરવાનો છે. નિશ્ચયથી જે સમસ્ત સ્વતંત્ર દ્રવ્યો અને તેમની સર્વ કમબધ્ધ પર્યાયોની શ્રધ્ધા કરે છે
તે સમ્યગ્દષ્ટિ છે અને તેમાં શંકા કરે છે તે મિથ્યાદ્રષ્ટિ છે. (૭) આ જીવને સમ્યગ્દર્શન પ્રગટ કરવા બે જ કાર્ય કરવાના છે.
- (૧) કમબધ્ધ પર્યાયની સાચી સમજણ અને શ્રધ્ધા કરી પરદ્રવ્ય પરથી તેના પરિણમન પરથી દ્રષ્ટિ હટાવી..
(૨) ત્રિકાળી ભગવાન આત્મા અને તેના સ્વરૂપની સમજણ, જ્ઞાન-શ્રધ્ધા અને તેમાં એકાગ્રતા કરવાની છે.
આની અંદર સર્વજ્ઞતાની, વિસ્વ વ્યવસ્થા અને વસ્તુ વ્યવસ્થાની, પરમાત્માની, નીજ આત્માની નિર્મળ શ્રધ્ધા આવી જાય છે અને એનું જ નામ સમ્યગ્દર્શન છે. બીજી રીતે આમાં બે જ બાબત છે -
(૧) ત્રિકાળી ભગવાન આત્મા... જે સર્વથા બધા પર દ્રવ્યોથી ભિન્ન, શુધ્ધ, સર્વ શકિતમાન, અનંત શક્તિઓનો નિધાન...એનો મહિમા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org