________________
(૭) ભગવાન લોકાલોકને જાણે છે એમ નથી - વ્યવહારે છે. વ્યવહારે છે' નો અર્થ શું? કે
‘એમ છે નહીં” પોતાનામાં પોતાની જ્ઞાન પર્યાયમાં-લોકાલોકનું જ્ઞાન પોતાના કારણે
થાય છે, તે જ્ઞાન પર્યાય પોતાનું શેય છે, પણ લોકાલોક જોય નથી. (૮) હું શેયરૂપ છું પરંતુ એવા શેયરૂપ નથી, કેવા શેયરૂપનથી? પોતાના જીવથી ભિન્ન
ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માથી ભિન્ન છ દ્રવ્યોના સમૂહના જાણપણા માત્ર. અહા! છ દ્રવ્યોના જાણપણા માત્ર હું નથી, પરંતુ હું તો મારી જ્ઞાનની પર્યાયને શેય બનાવીને જાણવાવાળો છું. હું ચૈતન્યસ્વરૂપ છું તેમાં પરનું શેયપણું આવતું નથી. છ દ્રવ્યો છે તેનું જે જ્ઞાન થયું છે તે જ્ઞાન શેય છે. પ્રશ્ન - જ્ઞાનની પર્યાય શેયના કારણે થઈ છે? ના, એ જ્ઞાન તો પોતાની પર્યાયથી થયું
છે અને તેથી પોતાની પર્યાય જ પોતાનું શેય છે. (૧૦) છ દ્રવ્યો મારાં જોય એમ તો નથી, તો કેમ છે? આમ છે, “જ્ઞાન અથતું જાણપણારૂપ
શક્તિ જાણપણારૂપ મારી શકિત છે. “ય અર્થાત જણાવા યોગ્ય શક્તિ એ પણ મારી શક્તિ છે અને “અનંત શકિત સંપન્ન જ્ઞાતા પણ હું છું'.
આત્માની અંદર એક જાણવારૂપ શક્તિ છે, ને એક શેય શક્તિ-પ્રમેય શક્તિ પણ છે. કેમ કે દ્રવ્ય-ગુણ-પર્યાયમાં પ્રમેયત્વ શક્તિનું વ્યાપકપણું છે. તો જે પ્રમેય જોય પર્યાય છે તે પણ હું, જ્ઞાન પણ હું અને અનંત શક્તિ સંપન્ન જ્ઞાતા પણ હું છું. જ્ઞાન
અને શેય એક એક શકિત છે, જ્ઞાતા અનંત શક્તિ સંપન્ન છે. ! (૧૧) તારે પર સામે તો જોવાનું જ નથી. ત્રિલોકનાથ ભગવાન સમવસરણમાં બિરાજે છે તે
તારું શેય છે ને તું જ્ઞાયક છે એમ નથી. તેમને તું જાણે છે એમ પણ અહીં નથી. તે સંબંધી પોતાની જ્ઞાન પર્યાયમાં જ્ઞાન થયું ને શેયને (જ્ઞાન પર્યાયિને) તું જાણે છે. માટે, શેય પણ પોતે, જ્ઞાન પણ પોતે અને અનંત શક્તિ સંપન્ન જ્ઞાતા પણ પોતે છે.
શેય, જ્ઞાન ને શાતા તરીકે તું આત્મા છો ને ભગવાન!
ત્રણપણે એક જ વસ્તુ હું છું, ત્રણપણે હોવા છતાં વસ્તુ તો હું એક જ છું. જોય, જ્ઞાતા અને જ્ઞાન સ્વરૂપ હું વસ્તુ માત્ર છું. તેમાં જ મારું સર્વસ્વ આવી ગયું છે. માટે મારે પર સાથે કોઈ સંબંધ નથી આવો નિર્ણય કરવો પડશે. ભલે પહેલાં વિકલ્પથી નિર્ણય કરે પણ નિર્ણય આવો કરે કે જાણવાલાયક પણ હું જાણવાવાળો પણ હું અને અનંતશકિતનો પિંડ એવો જ્ઞાતા પણ હું છું. એટલે કે ત્રણ વસ્તુમાત્ર હું છું અર્થાત ત્રણેય મળીને એક વસ્તુમાત્ર છું.
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org