________________
(૧૮) ફોય - જ્ઞાચક સંબંધ - (૧) “શેય-જ્ઞાયક સંબંધ વિશે ઘણી ભ્રાંતિ ચાલે છે. એટલે કે પરદ્રવ્ય શેય છે ને આત્મા
જ્ઞાન (જ્ઞાયક) છે એવી ભ્રાંતિ ચાલે છે. (૨) જે પર શેય છે તે તો વ્યવહાર શેય છે કારણ કે નિશ્ચયથી તો પોતાની જ્ઞાનની
પર્યાયમાં જે છ દ્રવ્યનું જ્ઞાન થાય છે તે જ પોતાનું શેય છે અને તે જ પોતાનું જ્ઞાન છે
તથા પોતાનો આત્મા જ જ્ઞાતા છે. (૩) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ તેનું તે જ છે. અહા! અનંત ગુણનો ભંડાર જે દ્રવ્ય વસ્તુ છે
તે દ્રવ્ય જ અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે. તે જ ત્રિકાળ (કાળ) છે અને તે જ ભાવ છે.
આમ ચાર પ્રકારનો ભેદ કાઢી નાખ્યો. (૪) અહા! દ્રષ્ટિનો વિષય તો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવનું એકરૂપ એવો સ્વભાવ છે પણ
દ્રષ્ટિના વિષયમાં ચાર ભેદનથી. દ્રવ્ય છે તે પંચમ પારિણામિક ભાવ છે, માટે તે ચારેય એક જ ચીજ છે. ભિન્ન ચીજ છે એમ નથી. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવ કે જે એક સ્વરૂપે અભેદ-અખંડ છે તે જ સમ્યગ્દર્શનનો વિષય છે. તે સમ્યગ્દર્શનના વિષયમાં નિમિત્ત તો નથી, રાગ તો નથી પણ એક સમયની સિધ્ધ કે કેવળ જ્ઞાનાદિની પર્યાય પણ નથી. જ્ઞાન-જાણવારૂપ શકિત, જ્ઞય -જે જાણવામાં આવે છે તે અને જ્ઞાતા-અનંતગુણોનો પિંડ-એ બધું એક વસ્તુ છે એમ કહે છે. શેય-જ્ઞાયક સંબંધ વિશે ભ્રાંતિ ચાલે છે તેથી કોઈ એમ સમજશે કે જીવ-વસ્તુ જ્ઞાયક છે. અને પુદ્ગલથી માંડીને ભિન્નરૂપ છ દ્રવ્યો શેય છે, પરંતુ એમ તો નથી. આત્મા જ્ઞાયક છે ને રાગ-વ્યવહાર રત્નત્રયનો ઉત્પન્ન થતો રાગ શેય છે તેમ પણ નથી. દેવ-ગુરૂ-શાસ્ત્રની શ્રધ્ધાનો રાગ, નવતત્વની ભેદવાળી શ્રધ્ધાનો રાગ, પંચમહાવ્રતના પરિણામનો રાગ કે જે છ દ્રવ્યોમાં આવી જાય છે, તે પોતાનો સ્વભાવ તો નથી પણ ખરેખર તે પોતાનું શેય પણ નથી, પરણેય છે. છ દ્રવ્યો શેય છે - જાણવા લાયક છે. પ્રમેય છે અને આત્મા પ્રમાણ કરવાવાળો છે. એમ પણ
નથી. (૬) અહીં કહે છે કે પુગલથી માંડીને ભિન્નરૂપ અનંત કેવળીઓ અને પંચ પરમેષ્ઠી
જ્ઞાનમાં શેય છે એમ પણ નથી, કારણ કે આત્મા જે છ દ્રવ્યોનું ને પંચ પરમેષ્ઠીનું જ્ઞાન કરે છે તે જ્ઞાનની પર્યાય તે શેયના કારણે થઈ નથી પણ પોતાથી થઈ છે. માટે પોતાના જ્ઞાનની પર્યાય પોતાનું ય છે. હું જે કોઈ ચેતના સર્વસ્વ છે એવી વસ્તુસ્વરૂપ હું છું તે હું શેયરૂપ છું-ચેતના સર્વસ્વ હું છું તેથી એ છ દ્રવ્યોનું શેયપણું મને છે પરંતુ મારી જ્ઞાનની પર્યાય છે તે જ મારામાં શેય છે.
'
-
Jain Education International
- પA. For Personal & Private Use Only
www.jainelibrary.org