________________
(૧૩) ‘દ્રવ્ય-ગુણ તો શુધ્ધ છે તો પછી પર્યાયમાં વિકાર ક્યાંથી આવ્યો ?' એમ જે પૂછે છે તેનું સમાધાનઃ
હે ભાઈ ! ‘‘દ્રવ્ય-ગુણ તો શુધ્ધ છે’’ એમ તું શા આધારે કહે છે ? જો તે ખરેખર દ્રવ્ય-ગુણની શુધ્ધતા જાણી હોય તો તે દ્રવ્ય-ગુણના આશ્રયે તારી પર્યાયમાં અંશે શુધ્ધતા પ્રગટી હોવી જોઈએ અને જેમ અંશે શુધ્ધતા દ્રવ્યના આશ્રયે પ્રગટી તેમ પૂર્ણ શુધ્ધતા પણ દ્રવ્યના આશ્રયે જ પ્રગટશે એવો પણ નિર્ણય ભેગો જ આવી ગયો.ત્યાં હવે વિકાર ક્યાંથી આવ્યો તે વાત મુખ્ય ન રહી, પણ શુધ્ધતા મારા સ્વભાવમાંથી આવી એમ શુધ્ધતાના કારણની જ મુખ્યતા રહી.
(૧૪) હવે જે જીવ પોતાના દ્રવ્ય સ્વભાવને અને ગુણ સ્વભાવને નક્કી કરે તે જીવ પર્યાય સ્વભાવને પણ જાણે જ, દ્રવ્ય સ્વભાવ અને ગુણ સ્વભાવ તો ત્રિકાળ શુધ્ધ જ છે અને પર્યાય સ્વભાવ ત્રિકાળ શુધ્ધ નથી પણ શુધ્ધ તેમજ અશુધ્ધ છે. અર્થાત પર્યાયમાં શુધ્ધતા તેમજ અશુધ્ધતા બંને પ્રકાર હોય છે. આમ જાણનાર જીવ વિકારને પણ (તે દ્રવ્ય-ગુણ સ્વભાવમાં ન હોવા છતાં) પર્યાયના સ્વભાવ તરીકે જાણે છે. (૧૫) દ્રવ્ય-ગુણના સ્વભાવને ‘શક્તિ’ કહેવાય છે ને પર્યાયના સ્વભાવને ‘યોગ્યતા’ કહેવાય છે. દ્રવ્ય-ગુણનો સ્વભાવ એટલે કે શક્તિ તો ત્રિકાળરૂપ હોય છે અને પર્યાયનો સ્વભાવ એટલે યોગ્યતા તો વર્તમાનરૂપ એક સમય પુરતી હોય છે. શક્તિમાં અશુધ્ધતા ન હોય પણ યોગ્યતામાં શુધ્ધતા તેમજ અશુધ્ધતા પણ હોઈ શકે, શક્તિ કારણરૂપ છે, યોગ્યતા કાર્યરૂપ છે. શુધ્ધ કારણને અવલંબીને શુધ્ધ કાર્ય થાય છે.
(૧૬) જેણે પોતાના દ્રવ્ય-ગુણના સ્વભાવની શુધ્ધતાને નકકી કરી તેને તેના આશ્રયે પર્યાયમાં પણ અંશે શુધ્ધતા તો પ્રગટી ગઈ તે પોતાના દ્રવ્ય-ગુણની શુધ્ધતાની દૃષ્ટિથી એમ કહેતો હોય કે 'વિકાર આત્માનું કાર્ય છે જ નહિ, તે જડનું કાર્ય છે' તો સ્વભાવ દૃષ્ટિની અપેક્ષાએ તેની વાત સાચી છે. પણ એવા જીવને તો પોતાની શુધ્ધ સ્વભાવ શક્તિનો આશ્રય વર્તતો હોવાથી શુધ્ધતા હોય છે અને અત્યંત અલ્પ જ વિકાર હોય છે અને તે પણ ક્ષણે ક્ષણે તુટતો જાય છે. તેને મિથ્યાત્વાદિ તો હોતું જ નથી.
(૧૭) જેને પોતાની સ્વભાવ શક્તિનું ભાન થઈને અજ્ઞાનનો નાશ થયો છે, તે જ બીજા જીવોના સંબંધમાં એમ યથાર્થ જાણે છે કે ‘આ નિગોદાદિ બધા જીવોને દ્રવ્ય-ગુણ તો શુધ્ધ જ છે, છતાં પર્યાયમાં જે વિકાર છે તે તેમની પર્યાયનો તે પ્રકારનો સ્વભાવ છે. વિકાર છે તે તેમનો પર્યાયધર્મ છે. દ્રવ્ય કે ગુણ વિકારી નથી. એટલે આજનો વિકારી કાળે સ્વભાવ શક્તિનો આશ્રય કરીને શુધ્ધ થઈ શકે છે’. એ રીતે સાધક ધર્માત્માઓને જેમ પોતાની પર્યાય બુધ્ધિ નથી તેમ સાચા જીવને પણ તેઓ પર્યાય બુધ્ધિથી જોતા
For Persorg && Private Use Only
www.jainelibrary.org