________________
નથી. તેને તેની વર્તમાન વિકારી પર્યાય જેટલો જ માની લેતા નથી પણ દ્રવ્ય-શક્તિને જેનારી તેમની દષ્ટિ તો બધા જીવોને સિધ્ધ સદશ દેખે છે તેથી તે પવિત્ર દષ્ટીમાં કોઈ
ઉપર રાગ-દ્વેષ નથી. (૧૮) અહો ! એ વીતરાગની દષ્ટિ ! તે દષ્ટિને સિધ્ધ ઉપર રાગ નથી ને નિગોદ ઉપર દ્વેષ નથી.
સિધ્ધ અને નિગોદ એવા ભેદને પણ તે નથી દેખતી તે તો શુધ્ધ સ્વભાવ શક્તિપણે બધાય જીવોને સમાન જ દેખે છે. ખરેખર તો એ દષ્ટિ પોતાના દ્રવ્ય સ્વભાવ સિવાય
બીજા કોઈને દેખતી જ નથી. (૧૯) આવી પરમ મહિમાવંત પાવન દષ્ટિ જેને પ્રગટે તે સંત કર્મ મારી પર્યાયને વિકારી કરી
નાખે છે એવી શોર્યહીન તુચ્છ વાતને કેમ સ્વીકારે? અખંડ સ્વભાવ શકિતને સંભાળીને તેનો ધણી થયો તે જીવ પોતાના પર્યાય સ્વભાવનું ધણીપણું બીજાને કેમ સોંપે? પોતે જ પોતાની પર્યાયિનું પાણી પણું સ્વીકારીને, અખંડ શુધ્ધ શક્તિ સ્વભાવના સ્વીકારના બળ વડે તે પર્યાયમાં રહેલા વિકારને દૂર કરીને પૂર્ણ શુધ્ધતાપણે પરીણમી જશે અને બીજા જીવોની પર્યાયમાં જે અશુધ્ધતા વિકાર થશે તેને તે પરણેય પણે એમ જાણશે કે
તેની તે પર્યાયનો આવો સ્વભાવ છે, કર્મ તેને વિકાર કરાવે છે એમ નથી. . (૨૦) આ રીતે અનેક સ્વભાવવાળી વસ્તુને સમજે તો સર્વ પ્રકારનું સમાધાન થઈ જાય, ને
પોતાને સ્વાભાવિક શુધ્ધતા થતી જાય, અશુધ્ધતા છૂટતી જાય આનું નામ જૈન શાસન. સારરૂપ:
વિશ્વના દરેક પદાર્થની જેમ આત્મવસ્તુ દ્રવ્ય-પર્યાયાત્મક હોવાથી અનેકાંતિક છે. તેને સમજાવવા માટે ભગવાનની તથા અનુસારિણી સંતોની વાણી દ્ધિ નયાશ્રિત હોય છે. આમ સમજાવવા તથા સમજવા માટે નયોનો પ્રયોગ હોય છે. પરંતુ આત્માનુભવ નયાતિકાંત હોવાથી નયો દ્વારા જ વસ્તુને જાણવા અટકતા સ્વભાવની પ્રાપ્તિ થતી નથી.
તત્વના અવલોકન સમયે શુધ્ધાત્માને યુક્તિથી અર્થાત્ નય-પ્રમાણ વડે પહેલા જાણ; આરાધના સમયે નહીં કારણ કે અનુભવ પ્રત્યક્ષ છે. "
દ્રવ્ય સ્વભાવને સ્વભાવથી જો અને પર્યાય સ્વભાવને પણ સ્વભાવથી જો કોઈનયથી ન જો. નયથી જોતાં સ્વભાવની પ્રાપ્તિ થતી નથી.
પક્ષાતિકાંત થયેલો આત્મા શુધ્ધાત્માની દૃષ્ટિપૂર્વક બે નયોના વિષયને જાણે છે. કોઈ નય દુભાય નહીં અને પક્ષ રહે નહીં અને બે નયોનો જ્ઞાતા રહી જાય. બે નયોનો વિષે તો જ્ઞાનનું શેય છે, શ્રદ્ધાનું શ્રધ્યેય નથી. એટલે બે નયોના આશ્રયે
- er 3ર હાથ મા છે -
in cuucation international