________________
ધર્મની સાચી રીતની વિશેષ વાતઃ (કમબદ્ધ પર્યાયનું ચિંતવન) (૧) જુઓ, આમાં ક્યાંય ફેરવવાનું નથી; દ્રવ્યશક્તિ અનાદિ અનંત છે, તેને ફેરવવી નથી.
તે દ્રવ્યમાં જે જે પર્યાયો થવાનો ધર્મ છે તે નિયત છે તેને ફેરવવી નથી. શુભાશુભ વિકલ્પ જે પર્યાયમાં થાય છે તેને ફેરવવા નથી. સંયોગોને ફેરવવા નથી, નિમિત્તને
ફેરવવા નથી. (૨) એ બધું જેમ છે તેમ છે, તેને નકકી કરીને પોતે પોતાને અંતર સ્વભાવ સન્મુખ
થઈને વીતરાગી જ્ઞાતાભાવે રહી ગયો ત્યાં પોતાની પર્યાય મોક્ષમાર્ગ અને મોક્ષરૂપે
પરિણમી જાય છે. આવી ધર્મની રીત છે. (૩) બધું જેમ છે તેમ નકકી કરતાં, પોતાની સંયોગ દષ્ટિ, પર્યાયદષ્ટિ, નિમિત્તાધીન દષ્ટિ
છૂટી જાય છે અને સ્વભાવદષ્ટિ, દ્રવ્યદૃષ્ટિ - સમ્યગ્દષ્ટિ થઈ જાય છે અને આત્મામાં
મોક્ષમાર્ગ શરૂ થઈ જાય છે. (૪) વસ્તુની અનાદિ-અનંત પર્યાયો વસ્તુના સ્વભાવમાં અનાદિથી નિર્માણ થઈ ગયેલી
છે. ઈશ્વર કે બીજો કોઈ પદાર્થ તેની પર્યાયનું નિર્માણ કરનાર નથી. જીવની પર્યાય તો બીજો ન ફેરવે પણ જીવ પોતેય પોતાની પર્યાયના કમને તોડીને તેને આધી-પાછી ના
કરી શકે. (૫) તો આમાં પુરૂષાર્થ ક્યાં રહ્યો? આવી શંકા થશે. પોતાની ત્રણે કાળની પર્યાયો પોતાના
દ્રવ્યમાંથી જ આવે છે એમ જેણે નક્કી કર્યું છે તેની દષ્ટિ પોતાના સ્વદ્રવ્ય પર પડી છે ને એવી જ્ઞાયકદષ્ટિમાં જ મોક્ષનો પરમ પુરૂષાર્થ સમાઈ જાય છે. આમાં દ્રવ્યના
આશ્રયનો અપૂર્વ પુરૂષાર્થ આવી જાય છે અને તે જ મોક્ષનો પુરૂષાર્થ છે. (૬) પર્યાય જ્યાં દ્રવ્યમાં અંતર્મગ્ન થઈ, તે પર્યાય દ્વવ્યના કાબુમાં આવી ગયેલી છે - જ્યાં
આખા દ્રવ્યને કાબુમાં લઈ લીધું (શ્રદ્ધા-જ્ઞાનમાં સ્વીકારી લીધું) ત્યાં બધી જ પર્યાયો નિર્મળ-શુધ્ધ થવા જ માંડી. આ જ ધર્મની સાચી રીત છે.
કાળા દાગ- "g