________________
(૯) સ્વરૂપ ચિંતવન (૧) જીવનો સ્વભાવ - અજીવથી જુદો છે - જીવ ચૈતન્યસ્વરૂપ છે. આત્મા સ્વયં સુખરૂપ
છે - આનંદરૂપ છે - જ્ઞાનાનંદ સ્વરૂપ છે. (૨) સંયોગો જીવને સુખરૂપ નથી અને દુઃખરૂપ પણ નથી. (૩) રાગાદિ આસ્રવો (રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયા અને લોભ તથા મોહ (મિથ્યાત્વ)}
દુખરૂપ જ છે તેમાં જરાય સુખ નથી. (૪) આત્માના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાદિ સુખરૂપ છે. (૫) આસ્ત્રવો દુઃખરૂપ છે માટે તેને તજીએ.
(મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય-યોગ આસ્ત્રવો છે). (૬) સંવર -નિર્જરા - મોક્ષ સુખના કારણ છે માટે તેને ભજીએ.
(સ્વ દ્રવ્યના આશ્રયે જ સંવર-નિર્જરા થાય છે). (૭) મોક્ષને હિતરૂપ જાણી એક મોક્ષનો ઉપાય કરવો. (૮) જૈન દર્શનના તત્ત્વના અભ્યાસનું ફળ આત્માનુભૂતિ છે. તે સિવાયની બધી
શુભાશુભની ક્રિયાઓ પુણ્ય કે પાપ ફળ આપે પણ તેનાથી ધર્મન થાય. આત્માનું હિત
ન થાય. (૯) મોક્ષને હિતરૂપ જાણી એક મોક્ષનો જ ઉપાય કરવો. (૧૦) ભગવાન આત્મા - ત્રિકાળી જ્ઞાયક - કારણ પરમાત્મા પરમ પરિણામિક ભાવ -
શુદ્ધાત્મા - અભેદ - અખંડ - સદાય આનંદસ્વરૂપ - પૂર્ણાનંદનો નાથ - અવ્યાબાધ સદાય પ્રગટ છે. એવા શુદ્ધાત્મસ્વરૂપનું લક્ષ કરી તેને જાણો, માનો, શ્રદ્ધો, અનુભવો, તેમાં જ રમણતા કરવી, લીન થવું, ચરવુંઆ જ સાચો મોક્ષમાર્ગ છે. આજ સમ્યગ્દર્શન
જ્ઞાન-ચારિત્રની એકતારૂપ રત્નત્રયની સાધના છે, આરાધના છે. આવું સ્વરૂપ ચિંતવન કરનાર મુમુક્ષુ કેવો હોય ?
(૧) દેવ-શાસ્ત્ર-ગુરૂનો અતિ વિનયવંત પ્રેમી (૨) હસતો ચહેરો (૩) પ્રકાશિત આંખો (૪) મધુર વાણી (૫) નિષ્કપટી વ્યવહાર (૬) નિરાભિમાની (૭) ગ્રહણશીલ બુદ્ધિ (૮) ગંભીર ચિંતન (૯) શાંત મન (૧૦) સંતુલીત જીવન (૧૧) તીર્થ વંદનાનો ઉત્સાહી (૧૨) નિર્ણયશીલ બુદ્ધિ (૧૩) નિર્ભય (૧૪) નિઃશંક (૧૫) એકાંતનો ચાહક (૧૬) આનંદ રસની ખુમારી (૧૭) નિર્મોહી (૧૮) સહજ જીવન (૧૯) સમતારસનો રસિયો (૨૦) સદેવ જ્ઞાયક.
..
...
...
Jain Education International
For Person SP & Private Use Only
www.jainelibrary.org